Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાતના અઢી વાગ્યે સોમનાથ મંદિર નજીક ડિમોલિશન:દિગ્વિજય દ્વાર પાસે બુલડોઝર ફરી વળ્યું, પોલીસ બંદોબસ્તમાં 4 દુકાન, 1 મકાન અને ધાર્મિક સ્થળ જમીનદોસ્ત

    2 days ago

    સોમનાથ મંદિર નજીક રાત્રિના અઢી વાગ્યે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. મંદિરના દિગ્વિજય દ્વાર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલેક્ટર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દીધું હતું. જેમાં દુકાનો, રહેણાંક મકાન તેમજ એક ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યું હતું. સોમનાથ કોરિડોર અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા અગાઉ ખરીદેલી મિલકતોનું આ ડિમોલિશન કરાયું હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે. મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે મંદિર નજીકના વિસ્તારમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેસીબીથી 6 બાંધકામ તોડી પડાયા કાર્યવાહી દરમિયાન કુલ 4 દુકાનો, 1 રહેણાંક મકાન અને 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. રાત્રિના સમયે અચાનક શરૂ થયેલી આ કામગીરીને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ડિમોલેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની રાહબરી હેઠળ વિશાળ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.1 ડીવાયએસપી (DYSP), 3 PI, 6 PSI મળી આશરે 85 પોલીસ કર્મચારીઓ, એલસીબી અને એસઓજીની ટીમોના પોલીસના ચુસ્ત પહેરા વચ્ચે તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય રહી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોરિડોર વિકાસ અર્થે કાર્યવાહી તંત્રના જણાવ્યા અનુસાર, સોમનાથ કોરિડોરના વિકાસ માટે રેવન્યુ વિભાગ દ્વારા અગાઉ ખરીદ કરવામાં આવેલી મિલકતોને હટાવવાની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. મંદિર આસપાસના વિસ્તારના વિકાસ અને કોરિડોર પ્રોજેક્ટને વેગ આપવા માટે આ મિલકતો ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે. રાત્રિના સમયે અચાનક આ પ્રકારે મોટી કાર્યવાહી કરવામાં આવતા સોમનાથમાં આ ડિમોલિશન હાલ મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હવે કોરિડોરના આગામી તબક્કામાં તંત્ર દ્વારા અન્ય કઈ મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવે છે, તેના પર સ્થાનિકોની મીટ નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઘરફોડ ચોર ઝડપાયો:બાપોદ પોલીસ મથકની હદમાં રોકડ અને સોનાના ઘરેણાની ચોરી કરી હતી, મુદ્દામાલ રિકવર
    Next Article
    દ્વારકાની ભાગોળે બિરાજમાન‎દેવાધિદેવ ભડકેશ્વર મહાદેવ‎:પ્રચંડ મોજાઓ સામે બાથ ભીડી ખડક પર સ્થિત શિવાલય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment