Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાની ભાગોળે બિરાજમાન‎દેવાધિદેવ ભડકેશ્વર મહાદેવ‎:પ્રચંડ મોજાઓ સામે બાથ ભીડી ખડક પર સ્થિત શિવાલય

    2 days ago

    યાત્રાધામ દ્વારકાના સમુદ્રક્ષેત્રે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલું પ્રાચીન તેમજ અનોખું શિવાલય એવું શ્રી ભડકેશ્વર મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલુ છે. રત્નાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશિની મધ્યે ખડક પર ભગવાન ભડકેશ્વરનું શિવાલય આવેલું છે. સેંકડો વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની સામે બાથ ભીડીને પોતાના વિજયની ધ્વજા-પતાકા લહેરાવતું આ મંદિર દ્વારકા નગરીના પ્રભાવશાળી ધાર્મિક સ્થાનોમાનું એક છે. લોકોકિત એવી છે કે, મથુરામાં જરાસંઘના આક્રમણથી પોતાની યાદવ સેનાના રક્ષણાર્થે ભગવાન એવા કોઈ ભૂ-ભાગની શોધમાં હતા, જયાં શાંતિ અને સલામતીપૂર્વક વસવાટ કરી શકાય. ત્યારે સ્વયં શિવ મહાદેવે ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકાના આ વિસ્તારનું સુચન કરેલુ. તે સુચન કરનાર મહાદેવ એટલે શ્રી ભડકેશ્વર મહાદેવ. ભાવિકો પ્રતિદિન તેમજ શ્રાવણ માસમાં અને પવિત્ર તહેવારોએ ષોડશોપચાર વિધિ તથા અન્ય વિધિ-વિધાન દ્વારા પૂજન કરી શ્રી ભડકેશ્વર મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે. વિશ્વના ખૂણે-ખૂણેથી આવતા હજારો યાત્રિકો આ શિવાલયના દર્શન કરી સંપૂર્ણ દ્વારકા દર્શન યાત્રા પૂર્ણ કર્યાનો તેમજ અનોખી શાંતિનો અહેસાસ કરે છે. શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જળમાં સ્થાપિત શિવલિંગમાં ચેતનત્વનું પ્રમાણ અન્ય શિવલિંગો કરતા વધારે હોય છે. એ દ્રષ્ટિએ ભડકેશ્વર મહાદેવના લિંગમાં વિદ્યમાન ચેતનત્વનો સ્પર્શ ભાવિકો, સંતો અને યાત્રાળુઓને થયા વગર રહેતો નથી.
    Click here to Read More
    Previous Article
    રાતના અઢી વાગ્યે સોમનાથ મંદિર નજીક ડિમોલિશન:દિગ્વિજય દ્વાર પાસે બુલડોઝર ફરી વળ્યું, પોલીસ બંદોબસ્તમાં 4 દુકાન, 1 મકાન અને ધાર્મિક સ્થળ જમીનદોસ્ત
    Next Article
    India vs Sri Lanka LIVE Score, 1st Test Day 5: Good News For Fans From Galle Amid Rain Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment