Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની રાણી કી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ-શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ:17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં ગુજરાત પ્રવાસનની વૈશ્વિક સિદ્ધિ

    23 hours ago

    પાટણ સ્થિત વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણી કી વાવ ખાતે રજૂ કરવામાં આવતા 3D પ્રોજેક્શન મેપિંગ શોને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી છે. એશિયા કક્ષાના પ્રતિષ્ઠિત 17મા WOW એવોર્ડ્સ 2026માં આ શોને સર્વોચ્ચ 'ગોલ્ડ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ગૌરવને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવાના પ્રયાસોને વૈશ્વિક મંચ પર મળેલું આ મહત્વપૂર્ણ સન્માન માનવામાં આવી રહ્યું છે. આધુનિક ટેકનોલોજીથી સનાતન વાર્તાઓનું આકર્ષક પ્રસ્તુતિકરણ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના ઐતિહાસિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે રાણી કી વાવ ખાતે શરૂ કરાયેલા 3D પ્રોજેક્શન મેપિંગ શોમાં ગુજરાતની સનાતન વાર્તાઓ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવીનતા, સર્જનાત્મકતા તથા અદ્યતન ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. પ્રવાસીઓને અનોખો અને યાદગાર અનુભવ કરાવતી આ રજૂઆતને જ WOW એવોર્ડ્સમાં ગોલ્ડ એવોર્ડથી નવાજવામાં આવી છે. ગુજરાત પ્રવાસન માટે ગૌરવની ક્ષણ આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સન્માન બદલ ગુજરાત પ્રવાસન વિભાગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રાજ્યનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો સમગ્ર વિશ્વમાં સતત પ્રશંસા મેળવી રહ્યો છે. વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ સિદ્ધિ ભવિષ્યમાં ગુજરાતના ઐતિહાસિક વારસા, પર્યટન અને સાંસ્કૃતિક ગૌરવને વધુ ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    6 વર્ષથી ફરાર પ્રોહિબિશન ગુનાનો આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગરના સાયલા પોલીસે ગાંધીનગરથી દબોચ્યો
    Next Article
    રોડથી 8 ફૂટ ઊંચી દુકાનોમાં પણ બે-બે ફૂટ પાણી ભરાયા:સારોલીની માર્કેટોમાં 5મા દિવસે બેઝમેન્ટ ખાલી કરવાની કામગીરી શરૂ, વેપારીઓને કરોડોનો ફટકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment