Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં મોટો ડ્રામા:પ્રદેશ અને દિલ્હી સુધી લોબિંગ છતાં સમાધાન ન થયું, 8 સપ્ટેમ્બરે 5 બેઠક પર મતદાન

    5 days ago

    એશિયાના સૌથી મોટા ગણાતા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ નાની સહકારી સંસ્થાની સત્તા હાંસલ કરવા માટે ગાંધીનગરથી માંડીને દિલ્હી હાઈકમાન્ડ સુધી ભારે લોબિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સંગઠન નિષ્ફળ રહ્યું છે. સંઘની કુલ 15 બેઠકો પૈકી 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકી રહેલી 5 બેઠકો પર આગામી 8 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં બે પૂર્વ મંત્રીઓના જૂથ આમને-સામને આવી જતાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ સુધીની વર્ચસ્વની લડાઈમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર ટકેલી છે. મેન્ડેટ મુદ્દે ખેંચતાણ થતાં પક્ષે તમામને ફોર્મ ભરવાની છૂટ આપી ગત 20 ઓગસ્ટ, 2026ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ સત્તાવાર મેન્ડેટ જાહેર કરશે એવી આશાએ દાવેદારો બપોરે 1:00 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા હતા. જોકે બંને જૂથો વચ્ચે સમાધાન ન થતાં અને સ્થાનિક સ્તરે જૂથવાદ ડામી ન શકાતાં પ્રદેશ ભાજપ નેતાગીરીએ કોઈને પણ સત્તાવાર મેન્ડેટ આપવાને બદલે તમામ દાવેદારોને ફોર્મ ભરવા સૂચના આપી દીધી હતી. સંઘની 15 બેઠકો માટે કુલ 35 ફોર્મ ભરાયા હતા અને તે તમામ માન્ય રહ્યા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના 5 દિવસ દરમિયાન સમજાવટના પ્રયાસો છતાં તમામ બેઠકો બિનહરીફ ન થઈ શકી અને આખરે 5 બેઠકો પર ચૂંટણી અનિવાર્ય બની છે. 8 સપ્ટેમ્બરે મતદાન અને 9 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે ચૂંટણી કાર્યક્રમ અનુસાર આગામી 8 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી નિર્ધારિત મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 9 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરીને આખરી પરિણામ જાહેર કરવામાં આવશે. 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 5 બેઠકો પર સામસામે 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે બંને પક્ષો માટે એક-એક મત નિર્ણાયક બની ગયો છે. 5 બેઠકો પર દિગ્ગજ ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો આ ચૂંટણીમાં 5 બેઠકો પર સામસામે ખરાખરીનો જંગ જામ્યો છે. જેમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા, અનિરુદ્ધ સિંહ જાડેજા સામે નિતીન રૈયાણી તેમજ મહેશ આસોદરીયા સામે ધીરુભાઈ રોકડ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. બંને જૂથોએ પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદીઓ બ્લડ પ્રેશરની 15 હજાર નકલી ગોળીઓ ગળી ગયા:મેડીકલ સ્ટોર્સમાંથી દવાની 1200 સ્ટ્રીપ ઝડપાઈ, લખનઉથી 2700 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી; 3 ઝડપાયા
    Next Article
    ડીટવાસમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ:રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment