Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડા જપ્ત:બેની ધરપકડ, વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ ‘ઝબકી'

    2 days ago

    અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ સફાળી જાગી છે. આજે 21 જુૂલાઈએ અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા છે. જેમાં 39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે. પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શેડ બનાવીને ગેરકાયદે ફટાકડા ગોડાઉન બનાવાયા ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે. પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના બે ગોડાઉન પર રેડ કરી હતી. આ બંને ગોડાઉન સામ સામે આવેલા હતા. આ બંને ગોડાઉનમાંથી નાના-મોટા કાર્ટુનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો. ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફટીની બોટલો અને રેતી ભરેલી ડોલ હતી. પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ ન હતી. આ ઉપરાંત વોટર સ્પ્રીન્ક્લર પણ જોવા મળ્યા નહોતા. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પણ ફટાકડાના કાર્ટુન રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું. જેના કારણે આગ આગ અથવ તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી. 39.57 કરોડના ફટાકડા જપ્ત, બેની ધરપકડ પોલીસે બંને ગોડાઉનમાંથી 65,954 કાર્ટુન ફટાકડાના જપ્ત કર્યા છે, જેની કિંમત 39,57,90,000 છે. પોલીસે ફટાકડાના જથ્થા સાથે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી (રહે સત્યાગ્રહ સોસાયટી સેટેલાઈટ પોલીસ સ્ટેશનની, અમદાવાદ) અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે. વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો બંને આરોપીઓ સામે બીએનએસ કલમ 125 અને 288 તથા વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો નોધી ધરપકડ કરવામાં આવી છે. કંપનીની કાયદેસરની રચના,અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા,લાઇસન્સની અધિકૃત સ્થિતિ, મંજુર ક્ષમતા, મંજૂર નકશો અને લાગુ સલામતીની શરતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જ્યાં દીપડો ઘૂસ્યો તે સોસાયટીમાં રાત્રે પહોંચ્યું ભાસ્કર:કોઈ ચાલવા નીકળતું નથી, સિક્યુરિટી ગાર્ડ ડરમાં ડ્યુટી કરે છે, બહાર સૂતા લોકોને ઘરમાં મોકલાયા; ઘુમા-શેલા-બોપલમાં ‘કર્ફ્યુ’
    Next Article
    દ્વારકાધીશની નગરીમાં મેઘરાજાની એન્ટ્રી:વહેલી સવારે હળવા ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment