Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકાધીશની નગરીમાં મેઘરાજાની એન્ટ્રી:વહેલી સવારે હળવા ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

    2 days ago

    આજે વહેલી સવારે દ્વારકામાં વરસાદનું હળવું ઝાપટું આવ્યું હતું.સવારના સમયે અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા આ હળવા ઝાપટાને કારણે માર્ગો ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી. દ્વારકામાં સવારના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદનું એક હળવું ઝાપટું વરસી ગયું હતું. આ ઝાપટાના કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ મંદિર પરિસર આસપાસના રસ્તાઓ ભીના થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ઉકાટ અને બફારા બાદ વહેલી સવારે પડેલા આ ઝાપટાથી સ્થાનિકો તથા યાત્રાળુઓને ગરમીમાંથી ક્ષણિક રાહત મળી હતી. હળવા ઝાપટાથી માત્ર રસ્તાઓ જ ભીના થયા છે પરંતુ ગરમીનો ઉકળાટ પૂરો થયો નથી. વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસે અને તળાવો-ડેમોમાં નવા નીર આવે તેવા સારા વરસાદની રાહ દ્વારકાવાસીઓ તેમજ આસપાસના પંથકના ખેડૂતો જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બે ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડા જપ્ત:બેની ધરપકડ, વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ ‘ઝબકી'
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Sheds 250 Points Flat Amid US-Iran Tensions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment