Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેર માર્કેટમાં 390% નફાની લાલચ આપી 5.99 લાખની ઠગાઈ:2.72 કરોડના ટ્રાન્ઝેક્શન ધરાવતું બેંક એકાઉન્ટ ભાડે આપનાર પંકજ રામાણી જેલભેગો, વોટ્સએપ ગ્રુપ અને બનાવટી વેબસાઈટથી ભેજાબાજનો ખેલ

    13 hours ago

    સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા 'ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0' અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના હાઇ-પ્રોફાઇલ ગુન્હામાં લાંબા સમયથી નાસતા-ફરતા મુખ્ય આરોપી પંકજકુમાર રામજીભાઈ પાતાભાઇ રામાણીની ધરપકડ કરવામાં આવી છે. 39 વર્ષીય આરોપી પંકજકુમાર મૂળ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ડોડીયાળા ગામનો વતની છે અને હાલ સુરત શહેરના વેલંજા વિસ્તારમાં આવેલા ઉમરા ગામની હરેકૃષ્ણા રેસીડેન્સીના ઘર નંબર 102 માં રહીને વેપાર-ધંધો કરતો હતો. આ આરોપી સાયબર ગુનેગારોને નાણાકીય વ્યવહારો માટે બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવતી આખી મ્યુલ એકાઉન્ટ સિંડિકેટનો સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આરોપી પંકજકુમારે માત્ર ટૂંકા ગાળામાં વધુ કમાણી કરવાની લાલચે સાયબર ક્રાઇમ આચરતી ટોળકી સાથે હાથ મિલાવ્યા હતા અને દેશભરના નિર્દોષ નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. શેરબજારમાં રોકાણ અને 390 ટકા નફાની જાળ આ હાઇ-ટેક સાયબર ગુન્હાની મોડસ ઓપરેન્ડી અને વિગતો તપાસતા માલૂમ પડ્યું છે કે, સાયબર ગઠિયાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદીના દીકરાનો સંપર્ક સાધ્યો હતો. ગઠિયાઓએ ભોગ બનનાર યુવકને શેર માર્કેટમાં ટૂંકા ગાળામાં જંગી કમાણી કરવાની લાલચ આપી હતી. ખાસ કરીને “Brd Fund 100- Day Wealth Leap Program” નામની લોભામણી સ્કીમ બતાવીને તેમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જ અકલ્પનીય એટલે કે 390 ટકા સુધીનો માતબર નફો મળશે તેવી ખોટી વાતો અને વાયદાઓ કરીને તેનો વિશ્વાસ જીત્યો હતો. ઓનલાઇન ટ્રેડિંગના નામે રોકાણકારોને રાતોરાત અમીર બનવાના સપના બતાવી આ આખી સિંડિકેટ સક્રિય બની હતી, જેમાં ભોગ બનનાર ડિજિટલ ટ્રેપમાં ફસાઈ ગયો હતો. વોટ્સએપ ગ્રુપ અને બનાવટી વેબસાઇટનો ભેજાબાજ ખેલ રોકાણકાર યુવકને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી એક સુનિયોજિત ડિજિટલ જાળ બિછાવી હતી. તેઓએ “Brp Fund104 - Grow Together" નામે એક ખાસ WhatsApp ગ્રુપ બનાવ્યું હતું, જેમાં રોકાણકારોને જોડવામાં આવતા હતા. આ ગ્રુપમાં બનાવટી ઇલેક્ટ્રોનિક કુટલેખનવાળી અને અસલી દેખાતી ખોટી વેબસાઇટ brp5.com પર ફરિયાદીના પુત્ર પાસે લોગિન કરાવવામાં આવ્યું હતું. આ નકલી વેબસાઇટના ડેશબોર્ડ પર ખોટો અને મોટો ડિજિટલ નફો દર્શાવીને તેને ભ્રમમાં રાખવામાં આવતો હતો. આ આભાસી નફો જોઈને ફરિયાદીના દીકરાએ સાયબર ઠગોના કહ્યા મુજબ વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 5,99,000/- ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા અને અંતે કૌભાંડનો ભોગ બન્યો હતો. રૂપિયા 1930 હેલ્પલાઇન અને સાયબર સેલની એન્ટ્રી પોતાની સાથે અંદાજે 6 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ફરિયાદીએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર તુરંત પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રાથમિક ફરિયાદના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને ગુન્હાની ઊંડી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, આઇપી એડ્રેસ વિશ્લેષણ અને બેંક ટ્રાન્ઝેક્શનના હિસાબોની કડીઓ મેળવીને તપાસનો વ્યાપ સુરતથી લઈને અમદાવાદ અને સૌરાષ્ટ્ર સુધી લંબાવ્યો હતો. કમિશન એજન્ટ અને સહ-આરોપીની કાળી કરતૂત સાયબર પોલીસની ઊંડી તપાસ દરમિયાન આ મલ્ટી-લેયર્ડ ફ્રોડમાં અન્ય એક સહ-આરોપી સત્યજીત પ્રકાશભાઇ ભુરાભાઈ માંજરીયાની ભૂમિકા પણ ખુલ્લી પડી હતી, જેની અગાઉ અટકાયત કરવામાં આવી ચૂકી છે. 28 વર્ષીય સત્યજીત માંજરીયા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રેડિયો મિર્ચી રોડ પર આવેલા નીલકંઠ એલીગેન્સના બ્લોક B-403 માં રહેતો હતો અને મૂળ અમરેલીની સમર્થનગર સોસાયટીનો વતની છે. તપાસમાં બહાર આવ્યું કે, મુખ્ય આરોપી પંકજકુમાર રામાણીએ માત્ર રૂપિયા 5,000/- ના મામૂલી કમિશનની લાલચે સત્યજીત માંજરીયાના નામે ચાલતું ICICI બેંકનું કરન્ટ એકાઉન્ટ મેળવ્યું હતું. આ કરન્ટ ખાતું પંકજકુમારે પોતાના સાયબર ગુનેગાર મળતીયાઓને ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડે આપી દીધું હતું. કરોડોના વ્યવહારો અને દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ જ્યારે સાયબર ક્રાઇમ સેલે આ વિશિષ્ટ ICICI બેંક ખાતાના સ્ટેટમેન્ટ અને નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક તપાસ કરી, ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આ ખાતું કૌભાંડનું 'લેયર-01 એકાઉન્ટ' હતું, જેમાં ટૂંકા ગાળામાં જ કુલ રૂપિયા 2,72,97,899.50 ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું સાબિત થયું છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય કક્ષાના NCCRP પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે, આ એક જ બેંક ખાતા વિરુદ્ધ દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કુલ 37 જેટલી ગંભીર ગુન્હા દાખલ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 17 લાખ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાશે:જિલ્લાને હરિયાળો બનાવવા સામાજિક વનીકરણ વિભાગ સજ્જ
    Next Article
    મોરબીમાં કારખાનામાંથી કોપર વાયર ચોરી કરનારા 3 ઝડપાયા:₹1.97 લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય બેની શોધખોળ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment