Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં કારખાનામાંથી કોપર વાયર ચોરી કરનારા 3 ઝડપાયા:₹1.97 લાખનો મુદ્દામાલ જપ્ત, અન્ય બેની શોધખોળ ચાલુ

    11 hours ago

    મોરબી તાલુકા પોલીસે કારખાનામાંથી કોપર વાયર ચોરીના વણઉકેલાયેલા કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ અને વાહન સહિત કુલ રૂ. 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે માનવ સ્રોત અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મોરબી-જેતપુર રોડ પર સાપર ગામના પાટિયા નજીક ભંગારના ડેલા પાસેથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી 81 કિલો કોપર વાયર, જેની કિંમત રૂ. 97,200 છે, અને એક બોલેરો વાહન, જેની કિંમત રૂ. 1 લાખ છે, એમ કુલ રૂ. 1,97,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં મોરબીના વિકાસભાઈ અનિલભાઈ લોરીયા, માળીયાના મેધપર ગામના સાગરભાઈ મેરામભાઈ સોલંકી અને સાપરના (મૂળ રાજસ્થાનના) ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જરનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન રવિભાઈ લાખાભાઈ સોલંકી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકીના નામ પણ સામે આવ્યા છે. હાલ આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શેર માર્કેટમાં 390% નફાની લાલચ આપી 5.99 લાખની ઠગાઈ:2.72 કરોડના ટ્રાન્ઝેક્શન ધરાવતું બેંક એકાઉન્ટ ભાડે આપનાર પંકજ રામાણી જેલભેગો, વોટ્સએપ ગ્રુપ અને બનાવટી વેબસાઈટથી ભેજાબાજનો ખેલ
    Next Article
    દેવ સોલ્ટ દ્વારા શાળા પ્રવેશોત્સવે શૈક્ષણિક કિટનું વિતરણ:શિક્ષણ પ્રોત્સાહન માટે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment