Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનારમાં દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો:3.84 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો; 5 આરોપી ઝડપાયા, 2 શખ્સો ફરાર; સ્થાનિક પોલીસના નેટવર્ક સામે સવાલો

    6 days ago

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. SMCની ટીમે અજંતા ટોકીઝ રોડ, હરિઓમ ચોક અને મચ્છી માર્કેટ પાછળના વિસ્તારમાં ચાલી રહેલા દારૂના અડ્ડા પર દરોડો પાડીને ₹3.84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ પર ગાંધીનગરની ટીમે કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ અને એલસીબીની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મચ્છી માર્કેટ પાછળથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો SMCની ટીમ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે પેટ્રોલિંગમાં હતી ત્યારે મચ્છી માર્કેટ પાછળ રહેણાંક જગ્યામાં દારૂનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ટીમે સ્થળ પર દરોડો પાડતાં વિદેશી દારૂના કેરેટ અને દેશી દારૂ ભરેલા પ્લાસ્ટિકના ટબ મળી આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 2 આરોપીઓ પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. રૂપિયા 3.84 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂ તથા બીયરના કુલ 760 નંગ કિંમત ₹2,14,772 તથા 57 લીટર દેશી દારૂ કિંમત ₹11,400 કબ્જે કર્યો હતો. આ ઉપરાંત દારૂના વેચાણની રોકડ રકમ, 5 મોબાઇલ ફોન, 12 કેરેટ અને 2 સ્કૂટર સહિત કુલ ₹3,84,872નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ સાધન-સામગ્રી કબ્જે કરીને કાયદેસરની પ્રોહિબિશન કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક પોલીસના ગુપ્તચર તંત્ર સામે સવાલો કોડીનાર જેવા શહેરમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પહોંચ્યો અને તેનું મુક્તપણે વેચાણ થતું રહ્યું તે સ્થાનિક પોલીસની નજરે કેમ ન આવ્યું તે મોટો સવાલ છે. ગાંધીનગર સ્થિત SMCને બાતમી મળે અને તે ટીમ આવીને સફળ દરોડો પાડે તે બાબત સ્થાનિક ઇન્ટેલિજન્સ નેટવર્કની નિષ્ફળતા દર્શાવે છે. અગાઉ પણ SMC દ્વારા સતત રેડ કરવામાં આવી હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પ્રોહિબિશન અને BNS હેઠળ ગુનો નોંધાયો સમગ્ર મામલે દક્ષાબેન વાઘેલા અને શૈલેષ કામરીયા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી કેટલાક સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ નિશાંત વિષ્ણુદાસ હરિયાણીને સોંપવામાં આવી છે. SMCની આ કડક કાર્યવાહી બાદ ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક સ્તરે કોઈ જવાબદારી નક્કી કરે છે કે કેમ તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ત્રાપજ ગમખ્વાર અકસ્માત મામલે SP એક્શનમાં:સર્વિસ રોડ પર ઉભેલા ટ્રકે લીધા 7 લોકોના જીવ, તપાસ માટે તળાજા DySP અને PI સહિત 5 સભ્યોની SITની રચના કરાઈ
    Next Article
    સુરતમાં 'લવ જેહાદ' જેવો સનસનીખેજ કિસ્સો:વકીલ રહીમે 'રોહન' બની હિન્દુ મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી; પૂજામાં બેસી માંગ ભરી દુષ્કર્મ આચર્યું, 4.5 મહિના બાદ ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment