Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રાપજ ગમખ્વાર અકસ્માત મામલે SP એક્શનમાં:સર્વિસ રોડ પર ઉભેલા ટ્રકે લીધા 7 લોકોના જીવ, તપાસ માટે તળાજા DySP અને PI સહિત 5 સભ્યોની SITની રચના કરાઈ

    6 days ago

    ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામ નજીક ગતરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 5 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. પાર્ક કરેલા ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા 7ના થયા હતા મોત પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ભાવનગરથી અલંગ જઈ રહેલી એક બોલેરો કાર ત્રાપજ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અને દર્દનાક દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. એકસાથે સાત જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. SPના હુકમથી 5 સભ્યોની SITની રચના અકસ્માતની ગંભીરતાને જોતા અને તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવ્યા છે. તેમના આદેશથી આ મામલાની ઝીણવટભરી તપાસ માટે 5 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. SIT ટીમમાં કયા અધિકારીઓનો સમાવેશ? આ સમગ્ર કેસની તપાસ તળાજાના DySP એમ.બી. નકુમના સુપરવિઝન હેઠળ શરૂ કરવામાં આવી છે. આ ટીમમાં તળાજા પીઆઇ વી.આર. ચાવડાને મુખ્ય તપાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે અલંગ PI પી.એમ. દેસાઈ તેમજ અલંગ પોલીસ મથકના બે રાઇટર યોગરાજસિંહ એમ. ગોહિલ અને પ્રવીણભાઈ એમ. ચૌહાણને SIT ટીમના સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. અલંગ પોલીસ મથકમાં BNS અને MV એક્ટ હેઠળ ગુનો દાખલ ગત રોજ સર્જાયેલા આ અકસ્માતની ઘટના સંદર્ભે બેદરકારીપૂર્વક ટ્રક પાર્ક કરનાર ચાલક સામે અલંગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુના નંબર 60404/2026 થી ભારતીય ન્યાય સહિતા (BNS) - 2023 ની કલમ 105 અને 285 તેમજ મોટર વ્હીકલ (M.V.) એક્ટ કલમ 122 અને 177 મુજબ ગુનો નોંધીને SIT દ્વારા આગળની ઊંડાણપૂર્વકની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિકસિત ભારત સંકલ્પ સભાનો વાઘણીના હસ્તે પ્રારંભ:રેસકોર્સ મેદાનમાં 25 વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદી માટે સીટ ખાલી કરી આપતા વજુ વાળા ઉપસ્થિત રહ્યા
    Next Article
    કોડીનારમાં દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો:3.84 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો; 5 આરોપી ઝડપાયા, 2 શખ્સો ફરાર; સ્થાનિક પોલીસના નેટવર્ક સામે સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment