Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો:જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર, પક્ષ-વિપક્ષે જોરશોરથી પ્રચાર શરુ કર્યો

    6 days ago

    મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ઐતિહાસિક ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થતા જ હવે જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો શરૂ થયો છે. જોકે ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને મતદારોના આકરા સવાલો અને સ્થાનિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાઓના ગંજ વચ્ચે ચૂંટણી પ્રચાર મહેસાણા શહેરના વોર્ડ 12 માં ખાસ કરીને રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા સવા વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હોવા છતાં લોકપ્રતિનિધિઓના અભાવે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા અનેક કામો અટવાયેલા છે. વોર્ડ નંબર 12 માં કસબા સહિતના વિસ્તારોમાં ગટર લાઈનની કામગીરી બાદ બિસ્માર બનેલા રસ્તાઓ મુખ્ય મુદ્દો બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે ચૂંટણી પહેલા જ આ સમસ્યાઓનો કાયમી નિકાલ કરવામાં આવે. ભાજપનો વિકાસનો દાવો અને આશા પટેલની ખાતરી વોર્ડ નંબર 12 ના ભાજપના ઉમેદવાર આશા પટેલે જણાવ્યું હતું કે ગટર લાઈનની કામગીરી 20 મીટર ઊંડી હોવાથી વરસાદી સીઝન અને જમીન બેસવાની રાહ જોવી અનિવાર્ય હતી. જનતાની માંગને ધ્યાને રાખીને તેમણે ખાતરી આપી છે કે કાલ સાંજ સુધીમાં રસ્તા પર એક લેયર બનાવી દેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે મહાનગરપાલિકાનું બજેટ 1000 કરોડથી વધુ હોવાથી હવે વિકાસના કામોમાં તેજી આવશે અને ભાજપ તમામ પડતર પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સત્તા પર ભાજપ જ આવશે, વિરોધીઓને સપના જોવાનો અધિકાર છે. કોંગ્રેસનો પરિવર્તનનો સૂર અને રણજીત સિંહનો જનસંપર્ક બીજી તરફ વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ મેદાનમાં છે. પ્રચાર દરમિયાન તેઓ સામાન્ય જનતા સાથે હળવા મળવા માટે ચાની ટપરી પર ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. રણજીત સિંહે જણાવ્યું કે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન અનેક સોસાયટીઓમાં રસ્તા અને વીજળીના થાંભલા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે મોંઘવારી અને અધૂરા વિકાસ કામોથી ત્રસ્ત જનતા આ વખતે કોંગ્રેસના પેનલને વિજયી બનાવવા માટે મક્કમ છે અને લોકો તરફથી પરિવર્તનનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહાનગરપાલિકાના આ જંગમાં એક તરફ ભાજપ બજેટ અને મોટા પ્રોજેક્ટ્સના નામે મતો માંગી રહ્યું છે.તો બીજી તરફ કોંગ્રેસ સ્થાનિક રહીશોની નારાજગીને મતમાં બદલવા માટે પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મહેસાણાની જનતા કોના વચનો પર વિશ્વાસ મૂકે છે.
    Click here to Read More
    Previous Article
    બિહારની બોગસ ડિગ્રીના આધારે ડોક્ટર બની ગયેલા શખસને કોર્ટની નોટિસ:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 3 વર્ષની જેલ ફટકારી, વર્ષ 2008માં થઈ હતી ધરપકડ
    Next Article
    નશાના કારોબાર સામે સખ્ત કાર્યવાહી:રાજ્યભરમાં PIT NDPS હેઠળ વધુ 5 રીઢા આરોપીઓ જેલમાં ધકેલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment