Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારની બોગસ ડિગ્રીના આધારે ડોક્ટર બની ગયેલા શખસને કોર્ટની નોટિસ:લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 3 વર્ષની જેલ ફટકારી, વર્ષ 2008માં થઈ હતી ધરપકડ

    6 days ago

    સુરત શહેરમાં સામાન્ય જનતાના જીવ સાથે રમત રમનાર વધુ એક નકલી ડોક્ટર સામે કાયદાનો સકંજો કસાયો છે. મેડિકલ ક્ષેત્રે કોઈ પણ માન્ય લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં, માત્ર કાગળના ટુકડાઓ પર બોગસ ડિગ્રી છપાવીને લોકોની સારવાર કરતા શખ્સને કોર્ટે કડક સજા ફટકારી છે. ડીંડોલી વિસ્તારમાં 'ઉંટ વૈદ' બનીને બેઠેલા આ શખ્સ સામે વર્ષો પહેલા નોંધાયેલી ફરિયાદમાં અંતે ન્યાય મળ્યો છે અને અદાલતે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. નકલી ડિગ્રીના જોરે ચલાવતો હતો ક્લિનિક સુરતના ડીંડોલી વિસ્તારમાં 'ગુરુકૃપા' નામે ક્લિનિક ચલાવતો દેવનારાયણ સૂર્યબલી પટેલ અસલમાં કોઈ ડોક્ટર નહોતો. મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતો આ આરોપી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પ્રેક્ટિસ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તેની પાસે ડોક્ટર તરીકેની કોઈ માન્ય શૈક્ષણિક લાયકાત નહોતી. માત્ર પૈસા કમાવવાની લાલચે તેણે ગેરકાયદેસર રીતે બિહારની બી.આર. આંબેડકર યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓ મેળવી હતી. આ ડિગ્રીઓ તદ્દન નકલી હોવા છતાં તેને સાચી તરીકે ખપાવીને તે સુરતમાં દવાખાનું ખોલી બેઠો હતો. આરોપી દેવનારાયણની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેણે માત્ર બોગસ ડિગ્રી જ નહોતી બનાવી, પરંતુ તે દસ્તાવેજોના આધારે બિહાર રાજ્ય હોમિયોપેથિક ચિકિત્સા બોર્ડમાં રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું હતું. આ રજીસ્ટ્રેશનના કાગળ બતાવીને તે સુરતના નિર્દોષ લોકોને છેતરતો હતો. વર્ષ 2008માં જ્યારે લિંબાયત પોલીસને આ મામલે શંકા ગઈ, ત્યારે ઊંડી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની ડિગ્રીઓ બોગસ હોવાનું સાબિત થતાં ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડનો હુકમ કર્યો લાંબી કાનૂની લડત બાદ, સુરતની અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખીને દેવનારાયણ પટેલને દોષિત જાહેર કર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. આથી, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 465, 468 અને 471 હેઠળ આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટે તેના પર આર્થિક દંડ પણ લાદ્યો છે, જે સમાજમાં એક દાખલો બેસાડે છે. દંડ ન ભરે તો વધુ જેલ ભોગવવી પડશે સજાની વિગતો મુજબ કોર્ટે આરોપીને 1,000નો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવી પડશે એવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'કમળ' છોડી 'ઝાડુ' પકડનારા બે નેતા સામે ભાજપની લાલ આંખ:શહેર પ્રમુખ પરેશ પટેલે શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
    Next Article
    382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો:જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર, પક્ષ-વિપક્ષે જોરશોરથી પ્રચાર શરુ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment