Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાના કારોબાર સામે સખ્ત કાર્યવાહી:રાજ્યભરમાં PIT NDPS હેઠળ વધુ 5 રીઢા આરોપીઓ જેલમાં ધકેલાયા

    6 days ago

    ગુજરાતને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય પોલીસે 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાર્કોટિક્સના કાળા કારોબારમાં સંકળાયેલા વધુ 5 રીઢા આરોપીઓને 'પીટ એનડીપીએસ' (PIT NDPS) એક્ટ હેઠળ અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાઓ માટે પોલીસનું અમોઘ શસ્ત્ર જેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ ડ્રગ્સના સોદાગરોને ડામવા માટે PIT NDPS (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) નો ઉપયોગ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ આરોપીઓને "પ્રિવેન્ટિવ ડિટેન્શન"માં રાખવામાં આવે છે જેથી તેઓ ફરીથી નશીલા પદાર્થોના વેપાર, ખરીદી-વેચાણ અથવા પરિવહનમાં જોડાઈ ન શકે. ANTFએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા DGP-CID ક્રાઇમ ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા પાંચ જિલ્લાઓમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ નીનામા (ઉં.વ. 49 રહે. ભિલોડા, અરવલ્લી), ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (ઉં.વ. 28 રહે. પાલનપુર, બનાસકાંઠા), મનોજગીરી ગોસ્વામી (ઉં.વ. 45 રહે. વાંસદા, નવસારી), વાહીદ પંજા (ઉં.વ. 50 રહે. જૂનાગઢ), ઇમરાન બેલીમ (ઉં.વ. 32 રહે. રાજકોટ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસનું આક્રમક અભિયાન ગુજરાત સરકાર અને પોલીસ તંત્રના આંકડાઓ દર્શાવે છે કે નશીલા પદાર્થો સામેની લડાઈ તેજ બની છે. ગુજરાતને ‘નશામુક્ત’ બનાવવાના સંકલ્પ સાથે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારની કડક કામગીરી યથાવત રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    382 બેઠકો માટે રાજકીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો:જિલ્લામાં કુલ 85 બેઠકો બિનહરીફ જાહેર, પક્ષ-વિપક્ષે જોરશોરથી પ્રચાર શરુ કર્યો
    Next Article
    'ઋષિકેશ પટેલ સમાજનું કામ કરતા નથી, રાજ્યનું શું કામ કરશે':અમરાઈવાડી MLAએ વહીવટ કરીને ટિકિટ વહેચણી કર્યાનો આક્ષેપ, અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment