Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની 38 RTO કચેરીમાં પાર્કિંગમાં પોલ મૂકવાનું શરૂ:નવા AI ટ્રેક પર ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટમાં 80% નાપાસ થતા સરકારનો નવો કીમિયો

    1 week ago

    રાજકોટમાં RTO કચેરી ખાતે 16 જુલાઈ, 2026ના નવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો હતો જોકે આ ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાંથી નાપાસ થનારાઓની સંખ્યા ખૂબ જ વધુ હોવાનું સામે આપ્યું છે. જેમાં ફોર વ્હીલરના પાર્કિંગ માટે અગાઉ વર્ચ્યુઅલ બોક્સ હતું તેના સ્થાને હવે ત્યાં પોલ મૂકવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓની 38 RTO કચેરી ખાતે આ રીતે પાર્કિંગમાં પોલ મુકાઈ રહ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થનારાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે. હાલ રાજકોટ આરટીઓ કચેરી ખાતે પાસ થનારાઓનો રેશિયો 14% થી વધી 22% એ પહોંચ્યો છે પરંતુ હજુ પણ ફોર વ્હીલરના લાયસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટમાં 70% થી વધુ લોકો નાપાસ થઈ રહ્યા છે. જેને કારણે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે જે સમસ્યાને પહોંચી વળવા માટે હાલ આરટીઓ કચેરી ખાતે બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. 3 માસમાં ફોર વ્હીલરના પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા 7,284માંથી 6,006 નાપાસ રાજકોટના RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, નવા ટેસ્ટ ટ્રેક બાબતે જણાવવાનું કે પહેલા જે રિઝલ્ટ ઓછું હતું તે હવે દિવસે દિવસે રિઝલ્ટ વધી રહ્યું છે. લોકો રિપીટ થઈ રહ્યા છે અને રિપીટ થતા અરજદારો પહેલા ક્યાંક ફેલ થયા હતા તેનો અંદાજો લઈ અને હાલ પાસ થઈ રહ્યા છે. આરટીઓ ટ્રેક પર અગાઉ યોગ્ય રીતે પાર્કિંગ ન કરવાને કારણે 80% લોકો નાપાસ થતા હતા. જોકે હવે તે બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવ્યો છે.જે એક અઠવાડિયાની અંદર સુધારો થઈ જશે. અગાઉ જે વર્ચ્યુઅલ બોક્સ હતું. તેની જગ્યાએ પોલ મૂકવામાં આવશે જેથી અરજદારને પાર્કિંગ વ્યવસ્થિત ધ્યાન આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ ટેક પર એવરેજ 20% લોકો પાસ થાય છે. અગાઉ પાસ થનારાઓની સંખ્યા 14% હતી. આ ઉપરાંત હાલ બીજા ટેસ્ટ ટ્રેકનું કામકાજ ચાલુ છે. જે બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક દોઢથી બે મહિનામાં ચાલુ થઈ જશે. હાલ દરરોજની 450 થી 500 ફોર વ્હીલરની અપોઇન્ટમેન્ટ છે પરંતુ 100-200 ટેસ્ટ જ થાય છે જે લોકો અપોઇન્ટમેન્ટ લે છે પણ ટેસ્ટ દેવા આવતા નથી. જ્યારે ટુ વ્હીલરની અંદર દરરોજની 500 જેટલી ડ્રાઇવિંગ ટેસ્ટ લઈએ છીએ. મહિનો - ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા(ફોર વ્હીલર/ટુ વ્હીલર) - પાસ - નાપાસ જુલાઈ - 712/1567 - 104/1124 - 608/443 ઓગસ્ટ - 2490/4771 -388/3547 -2102/1224 સપ્ટેમ્બર - 2218/5791 -361/4314 -1857/1477 ઓક્ટોબર - 1864/3006 -425/2097 -1439/909 કુલ - 7,284/15,135 - 1,278/11,082 -6,006/4,053
    Click here to Read More
    Previous Article
    બાવળનું ઝાડ કાપવા મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી:પાડોશીઓ વચ્ચે માથાકૂટમાં ધોકા અને ફરશી ઉછળ્યા,8 લોકો સામે ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય, માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
    Next Article
    મોરબીની સભઈબેન ગઢવીની કોમનવેલ્થ કબડ્ડી ટીમમાં પસંદગી:રાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને એશિયન ગેમ્સના કેમ્પમાં સ્થાન, વર્ષ 2018 માં SAG યોજનાથી શરૂ થયેલી શ્રેષ્ઠ ખેલ સફર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment