Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની સભઈબેન ગઢવીની કોમનવેલ્થ કબડ્ડી ટીમમાં પસંદગી:રાષ્ટ્રીય કક્ષાની તાલીમ અને એશિયન ગેમ્સના કેમ્પમાં સ્થાન, વર્ષ 2018 માં SAG યોજનાથી શરૂ થયેલી શ્રેષ્ઠ ખેલ સફર

    1 week ago

    મોરબીના સામાન્ય ખેડૂત પરિવારની દીકરી સભઈબેન ગઢવીની ‘1લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026’ માટે ભારતીય મહિલા ટીમમાં પસંદગી થઈ છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના સર્વપ્રથમ મહિલા કબડ્ડી ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. સભઈબેને 2018માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ની ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજના હેઠળ નવજીવન વિદ્યાલયથી કબડ્ડી ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ધોરણ 9 થી 12 સુધી કોચ વિજયકુમાર ચૌધરી અને નરસિંહભાઈ રબારીના સચોટ માર્ગદર્શન હેઠળ તેમણે સઘન તાલીમ મેળવી હતી.શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે 2022-23 માં તેમને સંવર્ધન કેન્દ્ર યોજનાનો લાભ મળ્યો હતો અને 2023-24 થી તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) હેઠળ તાલીમ લઈ રહ્યા છે. અગાઉ તેમની પસંદગી ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ ની ભારતીય મહિલા ટીમના કેમ્પ માટે પણ થઈ ચૂકી છે. ગુજરાતની દીકરીઓ માટે પ્રેરણારૂપ બનેલી આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર, મોરબી રમતગમત અધિકારીઓ, જિલ્લા કબડ્ડી એસોસિએશન, શાળા પરિવાર અને કોચ દ્વારા સભઈબેનને હાર્દિક અભિનંદન પાઠવી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વર્ણિમ સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની 38 RTO કચેરીમાં પાર્કિંગમાં પોલ મૂકવાનું શરૂ:નવા AI ટ્રેક પર ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટમાં 80% નાપાસ થતા સરકારનો નવો કીમિયો
    Next Article
    Indian Among 2 Killed In Attack On Saudi Airport, 2 Others Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment