Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વરસાદ ઘટ્યો, નાનાપોંઢામાં 38 MM વરસ્યો:ખેડૂતો ખુશ, ટાંકી દુર્ઘટનામાં ગુમ થયેલા યુવાનની શોધખોળ ચાલુ

    2 days ago

    બુધવારે મધુબન ડેમમાં પાણીની આવક વધતાં તેના 10માંથી 8 દરવાજા 4 મીટર ખોલી દમણગંગા નદીમાં 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આને કારણે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના કપરાડા, વાપી, ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના તટ વિસ્તારના ગામોને એલર્ટ કરાયા હતા. લોકોને નદીમાં કપડાં ધોવા કે માછલાં પકડવા ન જવા સૂચના અપાઈ હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ ગુરુવારે તેનું જોર ઘટ્યું હતું. રાજ્ય હવામાન વિભાગની આગાહી વચ્ચે 9 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડા મુજબ, સૌથી વધુ 38 મીમી વરસાદ નાનાપોંઢા તાલુકામાં અને 34 મીમી કપરાડા તાલુકામાં નોંધાયો. આ ઉપરાંત, ધરમપુરમાં 15 મીમી, વાપીમાં 13 મીમી, ઉમરગામમાં 11 મીમી, પારડીમાં 10 મીમી અને વલસાડ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે. સમયસર અને વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને ડાંગરની ખેતી કરતા ખેડૂતો ખેતરોમાં વાવણી અને અન્ય કૃષિ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. લાંબા સમયથી કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન લોકોને પણ વરસાદથી રાહત મળી છે. જોકે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસેલા ભારે વરસાદની અસર હજુ યથાવત છે. અનેક નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધરમપુર તાલુકાના ટાંકી ગામે કોઝવે પર પાણી ફરી વળતાં સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચિંતા વધારી છે. ટાંકી ગામ નજીક ધસમસતા પાણી વચ્ચે કોઝવે ઓળંગવાનો પ્રયાસ કરતી વખતે સ્કૂલ વાન ચાલક અજય પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાના 48 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ગુરુવારે પણ NDRF, ધરમપુર ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સાંજ સુધી કોઈ સફળતા મળી નહોતી. હવામાન વિભાગે આજે પણ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત સતર્ક છે. નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સતત વરસાદથી ડેમો અને નદીઓમાં નવા નીરની આવક વધવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં ભારતીય એન્જિનિયરે પત્નીની હત્યા કરી:ગર્લફ્રેન્ડને મૃતદેહનો ફોટો પણ મોકલ્યો, 9 મહિના પછી ધરપકડ
    Next Article
    શિશુ તસ્કરી કેસ: મુખ્ય આરોપીને વચગાળાના જામીન મંજૂર:પત્નીના ઓપરેશન અને સામાજિક વિધિ માટે કોર્ટે કડક શરતો મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment