Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિશુ તસ્કરી કેસ: મુખ્ય આરોપીને વચગાળાના જામીન મંજૂર:પત્નીના ઓપરેશન અને સામાજિક વિધિ માટે કોર્ટે કડક શરતો મૂકી

    2 days ago

    પાટણમાં શિશુ તસ્કરીના ગંભીર ગુનામાં જેલમાં બંધ મુખ્ય આરોપી સુરેશ પાંચાભાઈ ઠાકોર અને સહ-આરોપી નરસંગભાઈ રબારીને સેશન્સ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે માનવતાના ધોરણે પત્નીના ઓપરેશન અને સામાજિક વિધિના કારણોસર કડક શરતો સાથે જામીન આપ્યા છે. મુખ્ય આરોપી સુરેશ ઠાકોરની પત્નીના ઓપરેશનના કારણને વ્યાજબી ગણીને તેને આગામી 15 જુલાઈ 2026 સુધીના જામીન મળ્યા છે. જ્યારે સહ-આરોપી નરસંગ રબારીને મોટાબાપાની સામાજિક વિધિ માટે 4 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવાનો હુકમ થયો છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટે બંને આરોપીઓ સમક્ષ મસમોટી રકમ રોકડી સિક્યોરિટી પેટે જમા કરાવવા સહિતની કડક શરતો મૂકી છે. સુરેશ ઠાકોરે 15,000નું જામીનખત, એટલી જ રકમનો બોન્ડ અને કોર્ટમાં સિક્યોરિટી પેટે 75,000 રોકડા જમા કરાવવાના રહેશે. આ કેસ પાટણ શહેરની એક હોસ્પિટલમાં ગત તા. 01/03/2024થી તા. 31/04/2024 દરમિયાન આચરવામાં આવેલી શિશુ તસ્કરી અને ગેરકાયદે બાળ વેચાણની ઘટના સાથે સંબંધિત છે. મુખ્ય આરોપી સુરેશ પાંચાભાઈ ઠાકોર (રહે. કોરડા, તા. સાંતલપુર) 27/11/2024થી પાટણ જેલમાં બંધ છે. આરોપી સુરેશ ઠાકોરે માર્ચ 2024માં પાટણની હોસ્પિટલમાંથી એક બાળક લાવીને ફરિયાદીને 1,20,000માં વેચી દીધું હતું. ત્યારબાદ તેણે બાળક દત્તક લેવાના કાયદેસરના દસ્તાવેજો આપ્યા ન હતા. આ ઉપરાંત રાધનપુર નગરપાલિકામાં ફરિયાદી અને તેની પત્નીના નામે ખોટું જન્મનું પ્રમાણપત્ર પણ નોંધાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આરોપી પર ડિગ્રી વગર એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી લોકોના જીવ જોખમમાં મૂકવાનો પણ આરોપ છે. જેલમાં બંધ આ આરોપીના વકીલ ડો. એમ. ડી. પંડયાએ 30 દિવસના વચગાળાના જામીન માટે રજૂઆત કરી હતી કે આરોપીની પત્નીને પેટ અને ગર્ભાશયની તકલીફ હોવાથી ઓપરેશન કરાવવાનું છે, જેના આશરે 35,000થી 40,000ના ખર્ચની વ્યવસ્થા કરવાની છે. ઉપરાંત તેના પુત્રની કોલેજ ફી પણ બાકી છે. સરકારી વકીલ શૈલેષભાઇ એચ. ઠક્કર દ્વારા આ જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, પાટણના સેશન્સ જજ એમ. એ. શેખ દ્વારા કેસમાં ચાર્જશીટ થઈ ગઈ હોવાથી પત્નીના ઓપરેશનના કારણને માન્ય રાખી માનવતાના ધોરણે અરજી અંશત: મંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ, આ જ કેસના સહ-આરોપી રબારી નરસંગભાઈ (રહે. બાબરી, તા. સમી) દ્વારા પોતાના મોટાબાપાના અવસાનને પગલે સામાજિક વિધિ માટે 25 દિવસના વચગાળાના જામીન માંગવામાં આવ્યા હતા. સરકાર તરફથી આ અરજીનો પણ વિરોધ કરાયો હતો, પરંતુ પાટણના ત્રીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને આરોપી નરસંગ રબારીને તા. 08/07/2026થી તા. 12/07/2026 સુધીના 4 દિવસ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે શરત મૂકી છે કે આરોપીએ કોર્ટમાં 75,000 ડિપોઝીટ તરીકે, 25,000ના એકસધ્ધર જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા રજૂ કરવા પડશે તથા તા. 12/07/2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જેલ ઓથોરિટી સમક્ષ પરત હાજર થવું પડશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વરસાદ ઘટ્યો, નાનાપોંઢામાં 38 MM વરસ્યો:ખેડૂતો ખુશ, ટાંકી દુર્ઘટનામાં ગુમ થયેલા યુવાનની શોધખોળ ચાલુ
    Next Article
    Christopher Nolan Defends Use Of Modern English In The Odyssey: 'Might Bite Me On A** , But No-Brainer For Me'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment