Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થયું:જિ. પં.ની 38 બેઠક પર 159 ફોર્મમાંથી 50 ફોર્મ રદ, 109 ઉમેદવારો મેદાનમાં

    13 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છ જિલ્લા પંચાયતની સંપૂર્ણ 38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, કચ્છમાં એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ શકી નથી અને આશ્ચર્યજનક રીતે કોઈ પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી નથી. કુલ ભરાયેલા 159 ફોર્મમાંથી ચકાસણી દરમિયાન 50 ફોર્મ રદ થતાં હવે તમામ 38 બેઠકો પર કુલ 109 હરીફ ઉમેદવારો મેદાનમાં ટકી રહ્યા છે.જોકે હજુ 15 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે. જિલ્લા પંચાયતના કેટલાક વોર્ડમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે ચૂંટણી અત્યંત રસાકસીભરી બની રહેશે. જિલ્લાની 29-રતનાલ, 34-સુમરાસર શેખ અને 37-વાયોર એમ 3 બેઠકો પર સૌથી વધુ 5-5 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 3-ભીમાસર (ભુટકીયા), 22-નલિયા, 23-નાના કપાયા, 25-નેત્રા અને 28-પાન્ધ્રો એમ કુલ 5 બેઠકો પર 4-4 ઉમેદવારો મેદાનમાં હોવાથી ત્યાં ચતુષ્કોણીય જંગ ખેલાશે. આધોઇ, માધાપર અને મોટી ભુજપુર સહિતની 14 બેઠકો એવી છે જ્યાં 3-3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો થશે. 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 499 ઉમેદવારો મેદાનમાં: 196 ફોર્મ રદ કચ્છની 9 તાલુકા પંચાયતોની કુલ 186 બેઠકો માટે ભરાયેલા ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓનું એનાલિસિસ કરતા સામે આવ્યું છે કે, આ 186 બેઠકો માટે કુલ 695 ફોર્મ ભરાયા હતા, જેમાંથી અધધ 196 ઉમેદવારી પત્રો રદ થવા પામ્યા છે. હાલની સ્થિતિએ એક પણ બેઠક બિનહરીફ જાહેર થઈ નથી અને 499 હરીફ ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે. ઉમેદવારો વચ્ચેનો ખરાખરીનો જંગ અને ચૂંટણીનું ફાઇનલ ચિત્ર હજુ 15 એપ્રિલના રોજ સ્પષ્ટ થશે. તાલુકાવાર આંકડાઓ પર નજર કરીએ તો, ભુજ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 32 બેઠકો છે, જેના માટે 102 જેટલા ફોર્મ ભરાયા હતા. ચકાસણીમાં 23 ફોર્મ રદ થતા હવે સૌથી વધુ 79 ઉમેદવારો અહીં મેદાનમાં છે. તેવી જ રીતે રાપરની 24 બેઠકો માટે 76 ફોર્મ ભરાયા હતા, જેમાં માત્ર 7 ફોર્મ રદ થતા 69 ઉમેદવારો વચ્ચે જંગ નિશ્ચિત છે. અબડાસાની 18 બેઠકો માટે 89 ફોર્મ આવ્યા હતા, જેમાંથી 28 રદ થતા હવે 61 ઉમેદવારો ટકી રહ્યા છે. ચકાસણી દરમિયાન કેટલાક તાલુકાઓમાં ઉમેદવારી પત્રો રદ થવાનો આંકડો ચોંકાવનારો છે. માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 82 ફોર્મ ભરાયા હતા, જેમાંથી સૌથી વધુ 35 ફોર્મ રદ થયા છે અને માત્ર 47 ઉમેદવારો બચ્યા છે. મુંદરામાં પણ 18 બેઠકો માટે આવેલા 82 ફોર્મમાંથી 33 ફોર્મ ટેકનિકલ કારણોસર કે ડમી હોવાથી રદ થયા છે અને 49 હરીફો મેદાનમાં છે. સરહદી લખપત તાલુકામાં 16 બેઠકો માટે 72 ફોર્મ આવ્યા હતા, જેમાંથી 30 ફોર્મ રદ થતા હવે 42 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આટલા ફોર્મ રદ બીજી તરફ ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 61 ફોર્મ ભરાયા હતા, જેમાંથી સૌથી ઓછા માત્ર 6 ફોર્મ જ રદ થયા છે અને 55 ઉમેદવારો મેદાનમાં છે. અંજારની 20 બેઠકો માટે 70 ફોર્મમાંથી 20 રદ થતા 50 ઉમેદવારો છે, જ્યારે નખત્રાણાની 18 બેઠકો પર 61 ફોર્મમાંથી 14 રદ થતા 47 ઉમેદવારો બાકી રહ્યા છે. 16 બેઠકો પર ઉમેદવારો વચ્ચે કાંટાની સીધી ટક્કર બીજી તરફ, જિલ્લા પંચાયતની 16 બેઠકો એવી છે જ્યાં માત્ર 2-2 ઉમેદવારો જ મેદાનમાં બચ્યા છે. 4-ભીમાસર (ચકાસર), 6-બિદડા, 8-ચોબારી, 9-દયાપર, 10-દીનારા, 11-ફતેહગઢ, 12-ગઢશીશા, 14-કેરા, 16-કોડાય, 17-કોટડા જડોદર, 26-નિરોણા, 27-પલાસવા, 32-સામખીયારી, 35-તલવાણા, 36-વરસામેડી અને 38-વિથોણ બેઠક પર સીધી અને કાંટાની ટક્કર જોવા મળશે. 3 બેઠકો પર સૌથી વધુ ફોર્મ રદ થયા ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં 2-ભદ્રેશ્વર, 8-ચોબારી અને 21-મોટી ભુજપુર બેઠક પર સૌથી વધુ 3-3 ઉમેદવારી પત્રો રદ થવા પામ્યા છે. ફોર્મ રદ થવા પાછળ ડમી ઉમેદવારોના ફોર્મ અને ટેકનિકલ ખામીઓ મુખ્ય કારણ હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    સરહદ ડેરીની સિદ્ધિ:સરહદ ડેરીના ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની સર્વોચ્ચ સિદ્ધિ સાથે વિકાસનો નવો અધ્યાય
    Next Article
    પ્રજાજન પરેશાન:ભુજમાં કૃષ્ણાજી પુલ 4 વર્ષથી અધ્ધરતાલ, લોકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment