Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરહદ ડેરીની સિદ્ધિ:સરહદ ડેરીના ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની સર્વોચ્ચ સિદ્ધિ સાથે વિકાસનો નવો અધ્યાય

    11 hours ago

    કચ્છ જિલ્લાના પશુપાલકો માટે આર્થિક કરોડરજ્જુ ગણાતી ‘સરહદ ડેરી’ (કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.)એ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં પ્રગતિના તમામ રેકોર્ડ તોડી એક નવો વિક્રમ સર્જ્યો છે. ડેરીએ વાર્ષિક ટર્નઓવરમાં રૂ.1,264 કરોડની ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે, જે ગત વર્ષની તુલનાએ 4.64%નો વધારો દર્શાવે છે. આ સફળતા બદલ ચેરમેને તમામ પશુપાલકો, સભાસદો અને સરકારનો આભાર માન્યો હતો. સરહદ ડેરીની આ આગેકૂચ કચ્છના ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે. દૂધ સંપાદન અને પશુપાલકોનું સશક્તિકરણ ડેરીએ આ વર્ષે સરેરાશ 4.47 લાખ લિટર પ્રતિદિન દૂધ સંપાદન નોંધાવ્યું છે, જ્યારે મહત્તમ દૂધ સંપાદન 5.26 લાખ લિટર સુધી પહોંચ્યું હતું. આ આંકડા કચ્છના પશુપાલકોનો ડેરી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. માત્ર આર્થિક વ્યવહારો જ નહીં, પરંતુ પશુઓના સ્વાસ્થ્ય માટે ‘કેટલ ફીડ’ના વેચાણમાં પણ 20%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. 1350 કરોડનો લક્ષ્યાંક : સરહદ ડેરી ચેરમેન ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે અમારો ધ્યેય પશુપાલકોની આવક બમણી કરવાનો છે. આગામી વર્ષે અમે રૂ.1,350 કરોડથી વધુના ટર્નઓવરના લક્ષ્ય સાથે આધુનિક ટેકનોલોજી અને નવા પ્લાન્ટ દ્વારા કચ્છના શ્વેત ક્રાંતિના આ અભિયાનને વધુ વેગ આપીશું. આઇસ્ક્રીમ માર્કેટમાં ‘સ્વીટ’ સફળતા ડેરીએ આઇસ્ક્રીમ વિભાગમાં 80%થી વધુનો ગ્રોથ નોંધાવ્યો છે. ગત વર્ષના 24.52 લાખ લિટર સામે આ વર્ષે 44.25 લાખ લિટર આઇસ્ક્રીમનું વેચાણ થયું છે. અમૂલ મટકા કુલ્ફી અને આઇસ્ક્રીમ કેક જેવી નવી વેરાયટીઓના લોન્ચિંગ બાદ હવે આગામી વર્ષે 130થી વધુ વેરાયટી લાવવાનો લક્ષ્યાંક છે. ઊંટડીના દૂધમાં દેશભરમાં ડંકો સરહદ ડેરીએ ઊંટડીના દૂધના ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. દૈનિક 5158 લિટર દૂધ સંપાદન સાથે ઊંટપાલકોને વાર્ષિક રૂ. 9.60 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે CSK vs KKR:ધોનીનું આ મેચમાં પણ રમવું મુશ્કેલ, KKR પહેલી જીતની શોધમાં
    Next Article
    38 બેઠકોનું અંતિમ ચિત્ર હવે સ્પષ્ટ થયું:જિ. પં.ની 38 બેઠક પર 159 ફોર્મમાંથી 50 ફોર્મ રદ, 109 ઉમેદવારો મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment