Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીજન્ય રોગચાળના કુલ કેસમાંથી 38 ટકા:શહેરના 31 વિસ્તાર ‘બીમાર’, 6 મહિનામાં કમળો, ઝાડા-ઊલટી, ટાઈફોઈડના 3637 કેસ

    5 days ago

    ગરમી શરૂ થતાંની સાથે જ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો જોવા મળ્યો છે. મ્યુનિ.ના તાજેતરના આંકડા મુજબ શહેરમાં ઝાડા-ઊલટીના 2,563, કમળાના 318 અને ટાઇફોઇડના 756 કેસ નોંધાયા છે. આ ત્રણેય રોગોના મળીને કુલ 3,637 કેસ આવ્યા છે. જોકે શહેરમાં કુલ નોંધાયેલા 3637 કેસ પૈકી 1379 કેસ એટલે કે 38 ટકા કેસ માત્ર દક્ષિણ ઝોનમાં નોંધાયા છે. તાજેતરમાં જ ઘાટલોડિયા વિસ્તારમાં પાણી-ગટરની લાઈન મિક્સ થઈ જવાથી ઝાડા-ઊલટીના 300થી વધુ કેસ નોંધાયા હતા. સૌથી વધુ અસરગ્રસ્ત દક્ષિણ ઝોનમાં ઝાડા-ઊલટીના 982, કમળાના 109 અને ટાઇફોઇડના 288 કેસ નોંધાયા છે. પૂર્વ ઝોનમાં ના 676 અને ટાઇફોઇડના 223 કેસ નોંધાયા છે. રોગચાળાના આંકડા પર નજર કરીએ તો બહેરામપુરા શહેરનું સૌથી મોટું હોટસ્પોટ બનીને સામે આવ્યું છે. અહીં ઝાડા-ઊલટીના 372, કમળાના 40 અને ટાઇફોઇડના 106 કેસ નોંધાયા છે. ગોમતીપુરમાં 200 અને 35 ટાઇફોઇડ, અમરાઈવાડીમાં 129 અને 41 ટાઇફોઇડ, વટવામાં 150 કેસ નોંધાયા છે. મક્તમપુરામાં કમળાના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. 31 વિસ્તારમાં રોગચાળાના સૌથી વધુ કેસ છે. તાજેતરમાં ઘાટલોડિયામાં પાણી-ગટરની લાઈન ભેગી થઈ જતાં ઝાડા-ઊલટીના 300 કેસ નોંધાયા હતા આ 5 વિસ્તાર હોટસ્પોટ એપ્રિલમાં પાણીના 34 નમૂના ફેલ પુરવાર થયા મ્યુનિ. એપ્રિલમાં 52,420 પાણીના નમૂનાની ક્લોરિન તપાસ કરી હતી, જેમાંથી 13 નમૂનામાં ક્લોરિન મળ્યું નહોતું. ક્લોરિનના અભાવે જીવાણુ નાશ ન પામતા પાણીજન્ય રોગોનું જોખમ વધે છે. પાણીના 21 સેમ્પલ ફેલ પુરવાર થયા હતા. કામની વાત પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો - સોસાયટીની ટાંકીમાં બોર અને મ્યુનિ.નું પાણી ભેગું ન કરો. - સિંકના ગટર હોલથી ROની વેસ્ટ પાઇપ 2 ઇંચ ઊંચી રાખો. - શાકભાજી પાણીમાં ખાવાનો સોડા કે સરકો નાખી 5 મિનિટ ડુબાડીને જ ધોવા. - ધાબાની ટાંકીના એર પાઇપ પર નેટ બાંધો જેથી પક્ષીઓના ચરકથી કમળો ન ફેલાય. - નળ પર ભરાવેલી પ્લાસ્ટિક કેપ હટાવો, ત્યાં બાઝતી લીલથી રોગનો ખતરો વધે છે.
    Click here to Read More
    Previous Article
    ધિરાણના હિસાબ સહિતની કામગીરી ખોરવાઈ:20 દિવસથી બંધ પડેલું ઈ-કોઓપરેટિવ પોર્ટલ ફરી શરૂ
    Next Article
    અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરની ઘટના:દીવની મહિલા ખોટી રીતે બોર્ડિંગ ગેટ પાર કરી એરોબ્રિજમાં ઘૂસી જતાં દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment