Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરની ઘટના:દીવની મહિલા ખોટી રીતે બોર્ડિંગ ગેટ પાર કરી એરોબ્રિજમાં ઘૂસી જતાં દોડધામ

    5 days ago

    અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર શુક્રવારે એક વિચિત્ર ઘટનામાં ભારે દોડધામ મચી ગઈ હતી. બ્રહ્માવતી નામની એક મહિલા પેસેન્જર ઇન્ડિગોની દીવ-અમદાવાદ ફ્લાઇટ મારફતે બપોરે આશરે 4 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. અહીંથી તેને દિલ્હી જવા માટેની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હતી, જેનો સમય રાત્રે 9.50 વાગ્યાનો હતો. જોકે, સાંજે 5 વાગ્યે દિલ્હી જતી અન્ય એક ફ્લાઇટનું બોર્ડિંગ શરૂ થતાં, આ મહિલાએ ગેટ નંબર-૪ પાસે જબરદસ્તી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાનો સામાન ત્યાં જ મૂકી દીધો અને ડ્યુટી પરના સીઆઈએલએફ જવાનોને ધક્કો મારીને એરોબ્રિજ સુધી પહોંચી ગઈ હતી. પૂછપરછ દરમિયાન મહિલા વારંવાર પોતાની દીકરીના લગ્નમાં જવાનું હોવાનું કહી રહી હતી અને તે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્થિર હોવાનું જણાયું હતું. સીઆઈએસએફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને ઝડપી લીધી હતી. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરની ઘટના, CISFએ મહિલાને ઝડપી પાડી એરોબ્રિજ વિસ્તાર કેમ સંવેદનશીલ છે? બોર્ડિંગ ગેટ પછીનો એરોબ્રિજ પ્રતિબંધિત ઝોન છે, જ્યાંથી મુસાફરો સીધા વિમાનમાં પ્રવેશ કરે છે. માન્ય બોર્ડિંગ પાસ વિના ત્યાં પહોંચવું ગંભીર સુરક્ષા ભંગ ગણાય છે. આ ઘટનાથી બોર્ડિંગ પ્રક્રિયા ખોરવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    પાણીજન્ય રોગચાળના કુલ કેસમાંથી 38 ટકા:શહેરના 31 વિસ્તાર ‘બીમાર’, 6 મહિનામાં કમળો, ઝાડા-ઊલટી, ટાઈફોઈડના 3637 કેસ
    Next Article
    ગઠિયાએ નવું સિમ મેળવી ખેલ પાડ્યો:બેન્કમાં રજિસ્ટર્ડ જ્વેલરી શોપનું સિમ બંધ કરાવી ગઠિયાએ રૂ.83 લાખ પડાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment