Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી જીતુભાઈ વાઘાણીની ભક્તિમય પહેલ:‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગરથી સોમનાથ માટે 38 બસો મારફતે 1908 બહેનો-કાર્યકર્તાઓ ધર્મયાત્રાએ ઊપડશે, 21મી ઓક્ટોબરે ભવ્ય પ્રસ્થાન

    12 hours ago

    21મી ઓક્ટોબરે ચિત્રા સ્થિત ૐ પાર્ટી પ્લોટથી સંતો-મહંતો અને અગ્રણીઓની હાજરીમાં રાત્રે 8:30 કલાકે પ્રસ્થાન કરાવાશે સોમનાથ મહાદેવ ખાતે ધ્વજારોહણ અને પૂજા-અર્ચના બાદ યાત્રા પ્રાચી અને બગદાણા ધામના દર્શન કરી ભાવનગર પરત ફરશે ભાવનગર પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પ્રવક્તા કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના મતવિસ્તારની માતાઓ-બહેનો અને વડીલો પ્રત્યે શ્રદ્ધા-આદર પ્રગટ કરતા એક અનન્ય આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે ‘શ્રવણ યાત્રા’ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર પશ્ચિમ વિસ્તારની 1908 જેટલી બહેનો અને સ્વયંસેવકો માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની ભવ્ય ધર્મયાત્રાનું આયોજન કરાયું છે. આ ઐતિહાસિક શ્રવણ યાત્રાનું પ્રસ્થાન તારીખ 21 ઓક્ટોબર બુધવારે રાત્રે 8:30 કલાકે ભાવનગર-રાજકોટ રોડ પર ચિત્રા સ્થિત ‘ૐ પાર્ટી પ્લોટ’ ખાતેથી થશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં તેમજ ભાવનગરના પૂજનીય સંતો-મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક હાજરી વચ્ચે 38 જેટલી બસો અને કારોના વિશાળ કાફલાને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવશે. ધર્મયાત્રા સોમનાથ ધામ પહોંચ્યા બાદ સવારે 9 કલાકે એક ભવ્ય શોભા યાત્રા યોજાશે. ત્યારબાદ સોમનાથ મહાદેવના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. મંત્રી જીતુભાઈ વાઘાણી અને યાત્રામાં જોડાનાર 1908 બહેનોના હસ્તે સોમનાથ દાદાના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરાશે અને સમગ્ર ગુજરાતની સુખાકારી તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે. સોમનાથ દાદાના દર્શન-પૂજન બાદ આ યાત્રા ત્રિવેણી સંગમ તથા પવિત્ર તીર્થધામ પ્રાચી ખાતે પહોંચશે. ત્યારબાદ ગુરુદેવ બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દર્શન અને ભક્તિનો લહાવો લઈને તમામ યાત્રાળુઓ ભાવનગર પરત ફરશે. “પોતાના વિધાનસભા ક્ષેત્રની માતાઓ અને બહેનોના શ્રવણ બનીને પવિત્ર તીર્થધામોની યાત્રા કરાવવી એ મારા માટે પરમ સૌભાગ્ય અને આધ્યાત્મિક આનંદની ક્ષણ છે. સોમનાથ દાદા, પ્રાચી તીર્થ અને બાપા બગદાણાના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી મનોકામના છે. આ વિશાળ ધર્મયાત્રાના સુચારુ સંચાલન, ભોજન, રહેઠાણ અને સલામતી માટે સ્વયંસેવકોની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગર પશ્ચિમ ક્ષેત્ર અને સમગ્ર શહેરમાં આ ભક્તિમય આયોજનને લઈને નાગરિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે..
    Click here to Read More
    Previous Article
    સુરતીઓને દિવાળી ભેટ:ઉત્રાણ બનશે શહેરનું ત્રીજું મોટું સેટેલાઇટ રેલવે સ્ટેશન, ઉધના સ્ટેશન પર ભીડનું ભારણ ઘટશે, લાંબા અંતરની ટ્રેનો દોડશે
    Next Article
    રાજકોટમાં ઇટાલિયાના ભાજપ સરકાર પર પ્રહારો:'ગુજરાતમાં વીજળી-વોટર મેનેજમેન્ટ નથી, વાઇબ્રન્ટ સમિટના નામે વિદેશ જતા નેતાઓ શું દારૂ પી ને જ પાછા આવી જાય છે'?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment