Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતીઓને દિવાળી ભેટ:ઉત્રાણ બનશે શહેરનું ત્રીજું મોટું સેટેલાઇટ રેલવે સ્ટેશન, ઉધના સ્ટેશન પર ભીડનું ભારણ ઘટશે, લાંબા અંતરની ટ્રેનો દોડશે

    12 hours ago

    સુરત શહેરમાં રેલવે મુસાફરોની વધતી જતી ભીડને નિયંત્રિત કરવા અને પરિવહનને વધુ સુગમ બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉત્રાણ સ્ટેશનને એક અત્યાધુનિક સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. વડોદરા ડિવિઝનના ડીઆરએમ (DRM) રાજુ ભડકેએ જણાવ્યું હતું કે, સુરત અને ઉધના બાદ હવે ઉતરાણ શહેરનું ત્રીજું મુખ્ય સ્ટેશન બનશે, જેનાથી સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરોના ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે હળવું થશે. 4 નવા ફૂલ-લેન્થ પ્લેટફોર્મ, તહેવારોમાં સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવાશે ડીઆરએમ રાજુ ભડકેના જણાવ્યા મુજબ, અગાઉ સામાન્ય રહેલા ઉત્રાણ સ્ટેશનને હવે મોટા સ્તરે પુનઃવિકાસિત કરવામાં આવી રહ્યું છે. અહીં 4 નવા ફુલ-લેન્થ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે, જેના પર રેગ્યુલર ટ્રેનો તો ઊભી રહી જ શકશે, સાથે દિવાળી અને ઉનાળાના વેકેશન દરમિયાન થતી મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવી શકાશે. આ પ્રોજેક્ટનો ફેઝ-1 દિવાળી પહેલાં જ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી તહેવારોની સિઝનમાં મુસાફરોને તેનો સીધો લાભ મળી શકે. સિગ્નલિંગ અપગ્રેડ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમનું સફળ માઈગ્રેશન સ્ટેશનના વિકાસ કાર્યો અંતર્ગત ટ્રેકનું કામ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું છે. રેલવે સંચાલનમાં સૌથી સંવેદનશીલ અને મહત્વના એવા સિગ્નલિંગ નેટવર્કને લઈને તેમણે જણાવ્યું હતું કે, જૂની સિસ્ટમને અપગ્રેડ કરી નવી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ પર માઈગ્રેટ કરવામાં આવી રહી છે. ટ્રાયલ પૂર્ણ થતાં જ આ નવી સિસ્ટમ સંપૂર્ણ કાર્યરત થઈ જશે, જે ટ્રેનોની સલામતી અને સંચાલન માટે એક મોટું પગલું સાબિત થશે. અમૃત ભારત યોજના હેઠળ 4 મહિનામાં કાયાપલટ થશે ઉત્રાણ સ્ટેશનનો સમાવેશ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરાયો છે. પ્લેટફોર્મ અને ટ્રેકના કામ બાદ બાકી રહેલી મુસાફરલક્ષી અત્યાધુનિક સુવિધાઓ જેવી કે, નવો કવર ઓવર પ્લેટફોર્મ, મોટો અને આધુનિક વેઇટિંગ એરિયા સહિતના અન્ય બાંધકામો આગામી ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ અહીંથી લાંબા અંતરની નિયમિત ટ્રેનોનું સ્ટોપેજ અને સંચાલન શરૂ કરી દેવાશે. ઉત્તર-પૂર્વ ભારત માટે ટ્રેનોની જરૂરિયાત મુજબ સંચાલન ઉત્તર પ્રદેશ, બિહાર કે ઝારખંડ તરફ જતી ટ્રેનો અંગે પૂછવામાં આવતાં ડીઆરએમએ સ્પષ્ટ કર્યું હતું કે, રેલ મંત્રાલય, સેન્ટ્રલ રેલવે તેમજ વડોદરા અને મુંબઈ ડિવિઝન દ્વારા સંયુક્ત આયોજન ચાલી રહ્યું છે. ઉત્રાણથી દૈનિક 4 થી 5 ટ્રેનો આસાનીથી દોડાવી શકાય તેવી ક્ષમતા ઊભી થઈ રહી છે. સુરતમાં જે રીતે ઔદ્યોગિક અને શહેરી વિકાસ ઝડપથી વધી રહ્યો છે તેને જોતાં ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ત્રીજું સેટેલાઇટ સ્ટેશન અત્યંત જરૂરી બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રેલીયાગામે 4 શખસે યુવક પર ધોકા-પાઇપથી હુમલો કરી દીધો:બાઇકને સાઇડમાં દબાવવા બાબતે માર માર્યો, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો;દાઠા પોલીસ મથકમાં ફરિયાદ
    Next Article
    મંત્રી જીતુભાઈ વાઘાણીની ભક્તિમય પહેલ:‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગરથી સોમનાથ માટે 38 બસો મારફતે 1908 બહેનો-કાર્યકર્તાઓ ધર્મયાત્રાએ ઊપડશે, 21મી ઓક્ટોબરે ભવ્ય પ્રસ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment