Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજુકતરી કાંડનાં 38 દિવસ છતાં તપાસના નામે ડીંડક!:કોઠારિયામાં 11 કરોડનાં ખર્ચે સીસી રોડ અને કોઝ-વે સહિત 20 કરોડનાં વિકાસકામો મંજુર, 1 કરોડનાં ખર્ચે સ્વચ્છતાનો સર્વે નામંજૂર

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલી કુલ 16 દરખાસ્તોમાંથી ગંભીર ચર્ચા-વિચારણા બાદ કોઠારિયા વિસ્તારમાં ₹11 કરોડના ખર્ચે સીસી રોડ અને કોઝ-વે નિર્માણ સહિત કુલ ₹20.25 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ચોક્કસ વિગતોના અભાવે વૃક્ષારોપણ, સોલિડ વેસ્ટ કન્સલ્ટન્ટ સહિતની 4દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. બીજી તરફ, સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવનાર 'કાજુકતરી કાંડ'ના 38 દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સવાલો પૂછાતાં સ્ટેન્ડિંગ ચેરમેને તેની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધી હતી. કોઠારિયા વિસ્તારમાં રોલેક્સ રોડ સીસી બનશે બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, કોઠારિયા વિસ્તારના માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ થઈ ભવાની ચોક (કોઠારિયા મેઈન રોડ) સુધીના 950 મીટર લાંબા અને 24 મીટર પહોળા 'રોલેક્સ રોડ'ને ₹11.11 કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા શિવભવાની રેસિડેન્સી પાસે જૂના બેઠા પુલની જગ્યાએ ₹5.55 કરોડના ખર્ચે નવો બોક્સ કલ્વર્ટ (કોઝ-વે) મંજૂર કરાયો છે. આ ઉપરાંત વોર્ડ નં-15માં આજી ડેમ ખાતે આવેલા દાદા હનુમાન મંદિર રોડને ₹26 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાની મંજૂરી અપાઈ છે. 25 લાખ વૃક્ષો વાવવાનો મેગા પ્લાન શહેરમાં 7 સ્થળોએ ₹44.66 લાખના ખર્ચે 18,229 વૃક્ષો વાવવાની દરખાસ્ત કમિટીએ પેન્ડિંગ રાખી હતી. ચેરમેને ગાર્ડન શાખા પાસે રાજ્ય સરકારના આદેશ મુજબ એક વર્ષમાં '25 લાખ વૃક્ષો વાવવાના' સમગ્ર અને સંકલિત આયોજન સાથેની દરખાસ્ત રજૂ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત ચોક્કસ વિગતો અને પેરામીટરના અભાવે સોલિડ વેસ્ટ કન્સલ્ટન્ટ (₹1.11 કરોડ), આઈલેન્ડ જાળવણી-બ્યુટીફિકેશન કોન્ટ્રાક્ટ (₹4.10 કરોડ) અને સ્ટેચ્યુટરી ઓડિટ સીએ નિમણૂક (₹18.88 લાખ) ની દરખાસ્તો પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. ડ્રોનથી મચ્છરો પર દવા છંટકાવ શહેરમાં વાહકજન્ય રોગચાળો નિયંત્રિત કરવા માટે હવે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. બંધ ઇમારતો, મોટા જળાશયો અને દુર્ગમ વિસ્તારોમાં મચ્છરોના બ્રીડિંગ શોધવા અને દવા છંટકાવ કરવા માટે 'પ્રાઈમ યુએવી' એજન્સીને ₹81.68 લાખનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. આ ઉપરાંત, બાકી રહેલી 2.15 લાખ મિલકતોના જીઓ ટેગિંગ માટે 'હર્ડસ' એજન્સીને ₹82.40 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનાથી શહેરના આશરે 46,000 લિંકઅપ વગરના કે ભૂતિયા નળ જોડાણો પકડાશે અને મનપાની આવકમાં વધારો થશે. નિયમિત કરદાતાઓને મહત્તમ ₹10,000 સુધીની વ્યાજમાફી માટેની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. કાજુકતરી કાંડના 38 દિવસ છતાં તપાસના નામે ડીંડક! રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલા કાજુકતરી કાંડને 38 દિવસ જેટલો સમય વીતી ગયા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્ટેન્ડિંગ ચેરમેનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જોકે, તેમણે તપાસ કમિટીની રચના અને તેની જવાબદારી સીધી મ્યુનિસિપલ કમિશનર હસ્તક આવતી હોવાનું કહી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. તેમણે ઉમેર્યું હતું કે, તપાસમાં કેમ વિલંબ થઈ રહ્યો છે તે અંગે તેઓ આગામી સમયમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સીધી વાતચીત કરશે.
    Click here to Read More
    Previous Article
    હત્યાના મુખ્ય આરોપી બાદ મદદગારી કરનારની ધરપકડ:ભાભી સાથેના આડા સંબંધ મુદ્દે યુવકને પિતરાઈએ છરીના 7 ઘા ઝીંકી પતાવી દીધો હતો
    Next Article
    લાલપુરમાં ધારાસભ્ય હેમંત ખવાએ જનસંપર્ક કર્યો:નાગરિકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment