Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ધારાસભ્ય હેમંત ખવાએ જનસંપર્ક કર્યો:નાગરિકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે સૂચના આપી

    2 days ago

    લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ આજે લાલપુર સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકો સાથે મુલાકાત કરી હતી. તેમણે દર ગુરુવારની પરંપરા મુજબ આ જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વિવિધ પ્રશ્નો, રજૂઆતો અને વિકાસલક્ષી માંગણીઓ લઈને ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ દરેક અરજદારની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે, જનસંપર્ક એ જ જનસેવાનું સૌથી અસરકારક માધ્યમ છે. લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવી અને સમયસર તેનું નિરાકરણ લાવવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે પણ સંગઠનાત્મક તથા વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા ઉપલબ્ધ રહેશે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.
    Click here to Read More
    Previous Article
    કાજુકતરી કાંડનાં 38 દિવસ છતાં તપાસના નામે ડીંડક!:કોઠારિયામાં 11 કરોડનાં ખર્ચે સીસી રોડ અને કોઝ-વે સહિત 20 કરોડનાં વિકાસકામો મંજુર, 1 કરોડનાં ખર્ચે સ્વચ્છતાનો સર્વે નામંજૂર
    Next Article
    Ex-Pak Minister Out On Bail In UK Child Rape, Trafficking Case Wins PoK Seat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment