Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકાએ 3,797 રખડતા પશુ પકડ્યા:ANCD શાખાએ વધુ 15 પશુ પકડ્યા, રસ્તા પરથી પશુ પકડવાની કામગીરી ચાલુ રહેશે

    2 days ago

    મોરબી મહાનગરપાલિકાએ ચાલુ અઠવાડિયે વધુ 15 રખડતા પશુઓને પકડ્યા છે. મહાનગરપાલિકા બન્યા પછી અત્યાર સુધીમાં જાહેર રસ્તાઓ પરથી કુલ 3,797 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. પકડાયેલા રખડતા પશુઓને મોરબી જિલ્લાની આસપાસ આવેલી ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકાના નંદીઘરમાંથી 600થી વધુ પશુઓને પણ જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલાયા છે. ANCD શાખાએ અત્યાર સુધીમાં 306 પશુમાલિકોને લાઇસન્સ આપ્યા છે. 30 પશુમાલિકોના લાઇસન્સ રિન્યૂ પણ કરવામાં આવ્યા છે. આ સિવાય, 33 લોકોને ઘાસ વેચવા માટે પરમિટ અપાઈ છે અને 4 ઘાસ વેચાણ પરમિટ રિન્યૂ કરાઈ છે. 49 નાગરિકોના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન પણ થયું છે. 10 શ્વાનના લાઇસન્સ/પરમિટ રિન્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ પશુમાલિકોને પોતાના પશુઓનું અને પાલતુ શ્વાનના માલિકોને પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે. ANCD શાખાએ અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID અને ટેગિંગ કર્યું છે. આગામી સમયમાં પણ RFID અને ટેગિંગનું કામ ચાલુ રહેશે. આ સાથે, જાહેર રસ્તાઓ પર રખડતા અને અડચણરૂપ બનતા પશુઓને પકડવાનું કામ પણ સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભેંસોના તબેલામાં બાળકોના ભવિષ્યનું ઘડતર!:તાપીના વાલોડમાં 17 વર્ષથી આંગણવાડી નહીં, 12 વર્ષથી જગ્યા શોધતું બાળ વિભાગ, બાળકોનું ભવિષ્ય નિર્માણ મફતની જગ્યામાં
    Next Article
    માળીયા હાટીનાના ચુલડીમાં 250 જેટલા ભૂંડના ટોળાંનો આતંક:મગફળીનો તૈયાર પાક રોળી નાખતાં ખેડૂતો પાયમાલ, વળતર નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment