Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેંસોના તબેલામાં બાળકોના ભવિષ્યનું ઘડતર!:તાપીના વાલોડમાં 17 વર્ષથી આંગણવાડી નહીં, 12 વર્ષથી જગ્યા શોધતું બાળ વિભાગ, બાળકોનું ભવિષ્ય નિર્માણ મફતની જગ્યામાં

    2 days ago

    તાપીના વાલોડ તાલુકામાં ગોપાલનગરમાં આંગણવાડી ગાયો અને ભેંસોના તબેલામાં ચાલે છે. જ્યાં 3થી 6 વર્ષના બાળકોને પોષણ અને રમત-ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે, ત્યાં બાળકોને શુદ્ધ વાતાવરણને બદલ ગંદકી અને દુર્ગંધ વચ્ચે ઉછેર રહેવું પડે છે. બાળકોની વૃ્દ્ધિ અને વિકાસની શરૂઆત એવી જગ્યાએ થાય છે. એ પણ કોઈની મહેરબાની પર. બાળ વિભાગ બાળકો માટે એક જગ્યા પણ 12 વર્ષમાં મેળવી શક્તુ નથી અને આંગણવાડી બનતી નથી. 17 વર્ષથી મકાન નથી.7-8 વર્ષથી તબેલામાં બાળકો આવે છે. ત્યારે કરોડોના બજેટ અને જાહેરાતો વચ્ચે આવું દારૂણ ચિત્ર ભારતને ભવિષ્યના નાગરિકનો વિકાસ કેવી રીતે કરશે એ યક્ષપ્રશ્ન ઉપજાવે છે. ઝાડની નીચેથી શરૂ થયેલી સફર તબેલામાં અટકી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગોપાલનગરની આ આંગણવાડી છેલ્લા 17 વર્ષથી પોતાની કાયમી છત શોધી રહી છે. શરૂઆતના વર્ષોમાં બાળકોને કોઈના ઘરના ઓટલે કે ઝાડની છાયા હેઠળ બેસાડવામાં આવતા હતા. ત્યારબાદ છેલ્લા 7-8 વર્ષથી આ આંગણવાડી એક પશુના તબેલામાં (કોઢાર) ધકેલી દેવામાં આવી છે. આ દુર્ગંધયુક્ત વાતાવરણને કારણે બાળકો બીમાર પડી શકે તેવી શક્યતા છે. 12 વર્ષથી જગ્યા જ ન મળી! આ ગંભીર મામલે બાળ વિકાસ યોજના (ICDS) વિભાગની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. જવાબદાર અધિકારીઓ દર વખતે ‘કાર્યવાહી ચાલુ છે’ તેવો એક જ રટાયેલો જવાબ આપીને હાથ ખંખેરી લે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર છેલ્લા 12 વર્ષથી માત્ર ‘જગ્યા શોધવાનો’ ઢોંગ કરી રહ્યું છે. અહીં પાયાનું શિક્ષણ શરૂ કરનારા બાળકો આજે ધોરણ 10 પાસ કરી ગયા, પરંતુ આળસુ વહીવટીતંત્ર આજ દિન સુધી આંગણવાડી માટે એક સુરક્ષિત ઓરડો કે જમીન શોધી શક્યું નથી. વાલીઓની આક્રોશભરી માગ વારંવારની લેખિત-મૌખિક રજૂઆતો છતાં સ્થાનિક પ્રશાસન અને નેતાઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક વાલીઓ માગ કરી રહ્યા છે કે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને વહીવટી આળસ દેશના ભવિષ્યને અંધકારમાં ધકેલી રહ્યા છે. જો તાત્કાલિક ગોપાલનગર આંગણવાડીને સ્વચ્છ, સુરક્ષિત અને પાકા મકાનમાં ખસેડવામાં માંગ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર ક્યારે જાગે છે.
    Click here to Read More
    Previous Article
    '3 કેસ પાછા ખેંચો નહીં તો મુશ્કેલીમાં મૂકી દઇશ':વડોદરામાં કોર્ટના કેસો પાછા ખેંચવા 64 વર્ષીય મહિલા ડોક્ટર પત્નીને એકસ કર્નલ પતિની ઈ-મેઈલથી ધમકી, નિવૃત્ત આર્મી મહિલા ડોક્ટરની પોલીસ ફરિયાદ
    Next Article
    મોરબી મહાનગરપાલિકાએ 3,797 રખડતા પશુ પકડ્યા:ANCD શાખાએ વધુ 15 પશુ પકડ્યા, રસ્તા પરથી પશુ પકડવાની કામગીરી ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment