Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '3 કેસ પાછા ખેંચો નહીં તો મુશ્કેલીમાં મૂકી દઇશ':વડોદરામાં કોર્ટના કેસો પાછા ખેંચવા 64 વર્ષીય મહિલા ડોક્ટર પત્નીને એકસ કર્નલ પતિની ઈ-મેઈલથી ધમકી, નિવૃત્ત આર્મી મહિલા ડોક્ટરની પોલીસ ફરિયાદ

    2 days ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો કોર્ટ વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. નિવૃત્ત આર્મી મહિલા ડોક્ટરે આક્ષેપ કર્યો છે કે, પતિએ તેમની સામે ચાલી રહેલા કેસો પાછા ખેંચવા માટે ઈ-મેઈલ મારફતે વારંવાર દબાણ કર્યું હતું. એટલું જ નહીં, કેસો પરત નહીં ખેંચે તો પોતાને અને પરિવારજનોને મુશ્કેલીમાં મૂકવાની તેમજ બદનામ કરવાની ચીમકી આપવામાં આવી છે. જેથી મહિલા ડોક્ટરે એક્સ કર્નલ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મી ડોક્ટર મહિલાએ તેમના પતિ વિરુદ્ધ નોધાવેલી ફરિયાદ મુજબ, લગ્ન બાદ પતિએ તેમની આશરે 30 વર્ષની કમાણીમાંથી તેમની જાણ બહાર પોતાના નામે મિલકતમાં રોકાણ કર્યું હતું અને જીવન નિર્વાહ માટે પૂરતા નાણાં આપતા ન હોવાના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ મામલે અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પત્નીએ પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ તથા મેન્ટેનન્સ સહિતની કોર્ટ કાર્યવાહી કરી છે. આ કેસોને લઈને પતિએ કથિત રીતે ઈ-મેઈલ મારફતે કેસો પાછા ખેંચવા માટે દબાણ કરવા લાગ્યા હતા. એક ઈ-મેઈલમાં ત્રણેય કેસ પાછા ખેંચવા નહીં તો મુશ્કેલીમા મુકી દઇશ તેવી ધમકી આપવામા આવી હતી. આ ઉપરાંત, પતિએ તેમની બહેન-ભાઈ ક્યાં નોકરી કરે છે અને માતા-પિતા ક્યાં રહે છે તેની જાણ હોવાનો ઉલ્લેખ કરીને તેમને તથા પરિવારને હેરાન-પરેશાન કરવાની ચીમકી આપી હતી. તાજેતરના ઈ-મેઈલમાં પણ ચોક્કસ સમયમર્યાદામાં કેસો પાછા ખેંચવા નહીં તો અન્ય કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે. મહિલાના પતિએ તેમની અને પુત્રીની ECHS તથા CSD કાર્ડ સહિતના કેટલાક દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે. પુત્રીના વિદેશમાં અભ્યાસના ખર્ચ અંગે પણ બંને વચ્ચે વિવાદ ચાલે છે. કોર્ટમાં ચાલી રહેલા કેસો પાછા ખેંચાવવા માટે ઈ-મેઈલ મારફતે દબાણ અને પરિવારને ધમકાવવાના આક્ષેપો અંગે મહિલા ડોક્ટરે પોલીસ સમક્ષ રજૂ કરેલા પુરાવાના આધારે તપાસની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં કલેક્ટરે લોકોના પડતર પ્રશ્નો સાંભળ્યા:અધિકારીઓને સમયમર્યાદામાં ઝડપી અને નિયમાનુસાર નિકાલ લાવવા કડક સૂચનાઓ આપી
    Next Article
    ભેંસોના તબેલામાં બાળકોના ભવિષ્યનું ઘડતર!:તાપીના વાલોડમાં 17 વર્ષથી આંગણવાડી નહીં, 12 વર્ષથી જગ્યા શોધતું બાળ વિભાગ, બાળકોનું ભવિષ્ય નિર્માણ મફતની જગ્યામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment