Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંભામાં ખાદ્યતેલનું રિપેકિંગ યુનિટ ઝડપાયું:જુના ખાલી ડબ્બા મળ્યા, 3.73 લાખનો તેલનો જથ્થો જપ્ત; ભેળસેળવાળું તેલ હોવાની શક્યતા

    12 hours ago

    શહેરના લાંભા વિસ્તારમાં પીપળજ રોડ પર આદર્શ એસ્ટેટમાં મમતા એગ્રો પ્રોટીન નામના ખાદ્યતેલના યુનિટમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. જ્યાંથી રુપિયા 3.73 લાખનું 175 ટીન ભરેલું તેલ અને 300 જૂના ખાલી ટીન મળી આવ્યા છે. સ્થળ તપાસ દરમિયાન રી-પેકિંગ કરવામાં આવતું હોવાનું મળી આવ્યું હતું. જેમાં લેબલ, રિપેકિંગ, સ્ટોક અને બેચમાર્કનો હિસાબ ન હોવાનું સામે આવ્યું છે. વપરાયેલા તેલનો જથ્થો પણ મળી આવ્યો છે. જેથી ખાદ્ય તેલના રીપેરીંગ યુનિટમાં તેલમાં ભેળસેળની શક્યતા અને જુના ડબ્બા મળી આવતા યુનિટને સીલ મારવામાં આવ્યું છે. તેલના પેકિંગ અને લેબલિંગમાં ખામીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, લાંભામાં ખાદ્યતેલના રી-પેકિંગના યુનિટમાં સ્થળ પર મોટી સંખ્યામાં વપરાયેલા/જૂના ખાલી તેલના ટીન મળી આવ્યા હતા. જેનો ફરીથી તેલ ભરવા ઉપયોગ થવાની શક્યતા છે. ખાદ્યતેલની ચકાસણી કરતાં પેકિંગ અને લેબલિંગ સંબંધિત વિવિધ ખામીઓ/અનિયમિતતાઓ પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળી હતી. સ્થળ પરથી મળેલા સંબંધિત લેબલ તથા અન્ય વિગતોની વધુ તપાસ FSSAIના લાગુ પડતા નિયમો મુજબ કરવામાં આવી રહી છે. ખાદ્યતેલનો જથ્થો છત્રાલથી ટેન્કરમાં આવતો હતો ડો.તેજસ શાહે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એકમ દ્વારા અગાઉ રિપેકિંગ કરી બજારમાં મોકલવામાં આવેલા ખાદ્યતેલ અંગેના બેચ અને લોટ મુજબ ઉત્પાદન, રિપેકિંગ, સ્ટોક તથા ડીસ્પેચ સંપૂર્ણ અને સંતોષકારક રેકોર્ડ અને ડોક્યુમેન્ટ સ્થળ તપાસ સમયે રજૂ કરવામાં આવ્યા ન હતા. બિઝનેસ ઓપરેટરના જણાવ્યા મુજબ ખાદ્યતેલનો જથ્થો છત્રાલથી માસિક એક ટેન્કર મારફતે મેળવવામાં આવતો હોવાનું જણાવાયું છે. ખાદ્યતેલનું વેચાણ અટકાવી યુનિટ સીલ ખાદ્યતેલના ભરેલા 175 ટીન અંદાજિત કિંમત રૂ. 3,93,750 અને આશરે 300 જેટલા ખાલી/વપરાયેલા ટીન મળી આવ્યા છે. જરૂરી પ્રતિબંધાત્મક/કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ભરેલા ખાદ્યતેલ જથ્થાના વેચાણ અર્થે સ્થગિત કરી અને યુનિટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ગણેશ મૂર્તિની ઊંચાઈ મર્યાદા ભંગ બદલ ફરિયાદ:અંબિકા ચોકમાં નિયમ વિરુદ્ધ 23 ફૂટ ઊંચી મૂર્તિ બનાવાઈ;4 મંડળો અને મૂર્તિકારો સામે કાર્યવાહી
    Next Article
    જામીનની શરતોનો ભંગ કરતા બે આરોપીના જમીન રદ્દ:ગુજસીટોકના ગુનામાં કોર્ટે ‘બિચ્છુ ગેંગ’ અને ‘કાસમઆલા ગેંગ’ના બે આરોપીઓની જામીન રદ્દ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment