Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગણેશ મૂર્તિની ઊંચાઈ મર્યાદા ભંગ બદલ ફરિયાદ:અંબિકા ચોકમાં નિયમ વિરુદ્ધ 23 ફૂટ ઊંચી મૂર્તિ બનાવાઈ;4 મંડળો અને મૂર્તિકારો સામે કાર્યવાહી

    12 hours ago

    નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના નિયમોનું અનાદર કરી 12 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓ બનાવવા બદલ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ વિવિધ 4 મંડળોના આયોજકો તેમજ મૂર્તિ બનાવનારા કારીગરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. કલેક્ટર કચેરી દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે સાર્વજનિક ગણેશોત્સવ માટે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ 12 ફૂટથી વધુ ન હોવી જોઈએ. અંબિકા ચોકમાં 23 ફૂટની મૂર્તિ પ્રથમ કિસ્સામાં અંબિકા ચોક ખાતે આવેલ શ્રી સ્વસ્તીક યુવક મંડળના પંડાલમાં નિયત 12 ફૂટની મર્યાદા વિરુદ્ધ 23 ફૂટ ઊંચી વિશાળ ગણેશ પ્રતિમા બનાવવામાં આવી રહી હતી. આ અંગે પોલીસે કાર્યવાહી કરીને મંડળના આયોજક ગોપાલ ભરવાડ અને રોહીત મૂર્તિ આર્ટના સંચાલક સુરેશ બોર્ડીયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દાંડીવાડમાં 17 ફૂટ પ્રતિમાનો ઓર્ડર બીજો કિસ્સો દાંડીવાડ વિસ્તારમાં ઈ.એફ. કોલાચી પાસે સંગમ બાલ ગણેશ મંડળમાં સામે આવ્યો હતો. અહીં મંડળ દ્વારા 17 ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ નિયમભંગ બદલ ટાઉન પોલીસે મંડળના આયોજક અનિકેત પટેલ અને આર.કે. મૂર્તિ આર્ટના માલિક સંજય પટેલ સામે કાયદાકીય ગુનો દાખલ કર્યો છે. કડીયાવાડ મંડળ સામે પોલીસ ગુનો ત્રીજા બનાવમાં કડીયાવાડમાં સ્થિત રાજા ગણેશજી પંડાલ ખાતે 15 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવા માટે સિદ્ધી વિનાયક મૂર્તિ આર્ટના સંચાલક દીપક હેલરીયાને ઓર્ડર સોંપવામાં આવ્યો હતો. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતાં પોલીસે આયોજક પિયુષ પટેલ અને મૂર્તિકાર દીપક હેલરીયા સામે ગુનો નોંધી કાયદેસરની કામગીરી કરી છે. કુંભારવાડમાં 15 ફૂટ મૂર્તિ કેસ ચોથા બનાવમાં કુંભારવાડ વિસ્તારમાં આવેલા પ્રજાપતિ બાલ ગણેશ મંડળ દ્વારા 15 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા તૈયાર કરાવવામાં આવી રહી હતી. જાહેરનામાના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે મંડળના આયોજક કિરણ મિસ્ત્રી અને સમાજ શિલ્પકારના માલિક ગૌરંગ જાના સામે પણ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    50 ઈ-મેમો વાળા 48 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ:રાજકોટમાં 250 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ ટેમ્પરરી રદ કરવાનો ટ્રાફિક પોલીસનો આદેશ પણ RTOની ધીમી પ્રોસેસ
    Next Article
    લાંભામાં ખાદ્યતેલનું રિપેકિંગ યુનિટ ઝડપાયું:જુના ખાલી ડબ્બા મળ્યા, 3.73 લાખનો તેલનો જથ્થો જપ્ત; ભેળસેળવાળું તેલ હોવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment