Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50 ઈ-મેમો વાળા 48 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ:રાજકોટમાં 250 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ ટેમ્પરરી રદ કરવાનો ટ્રાફિક પોલીસનો આદેશ પણ RTOની ધીમી પ્રોસેસ

    12 hours ago

    રાજકોટ RTO કચેરીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 50થી વધુ ઈ મેમો ફટકારવામાં આવ્યો હોય તેવા 250 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા શહેર ટ્રાફિક પોલીસે તેનું લિસ્ટ RTO કચેરીને આપ્યું છે. જોકે તેમાંથી RTO કચેરી 6 માસમાં માત્ર 50 વાહન ચાલકોના જ લાયસન્સ સસ્પેન્ડ કરી શક્યું છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સીટબેલ્ટ કે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવું, ઓવર સ્પીડ સહિતના કેસોમાં વાહન ચાલકોને ઈ મેમો મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમના લાયસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક પોલીસે લાયસન્સ સસ્પેન્ડ કરવા 250નું લિસ્ટ RTOને આપ્યું રાજકોટ RTOના આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઑફિસર(ARTO) આર.એમ. રાવલિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિટી ટ્રાફિક શાખા દ્વારા જેટલા-જેટલા વાહન ચાલકોને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય મોટર વ્હિકલને લગતી અથવા તો વધુ મેમો આવેલા હોય એ તમામનું લિસ્ટ અમને સોંપેલું છે. લગભગ આવા 250 જેટલા નામો અમને સોંપ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો હતો. રજૂઆતનો એક મોકો આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડનો આખરી હુકમ કરાશે આ વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રોસેસમાં સૌ પ્રથમ જે - તે વાહન ચાલકોને નોટિસ બજાવી અને એમને લેખિત અથવા તો મૌખિક ખુલાસા માટે રજૂઆતનો એક મોકો આપીએ છીએ. જે બાદ એ રજૂઆત માટે આવે છે. ત્યારબાદ અમારા દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાનો આખરી હુકમ કરવામાં આવે છે. હાલમાં જ્યારે લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં અમને આ લિસ્ટ સોંપવામાં આવ્યું છે તો એ તમામને અમે નોટિસ બજાવી દીધી છે. બધા જ જેટલા લાયસન્સધારકો છે એમને નોટિસ જેવી રીતે મળે છે એ લોકો આવે છે. 48 લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 48 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે. લાયસન્સ અત્યારે 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનું ખાસ કારણ એ છે કે આ તમામ લાયસન્સધારકો છે એ વારંવાર રીપીટેટીવ એકના એક ટાઈપના ગુનાઓ કરતા જોવા મળ્યા છે. જેમાં હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવી જેવા ટ્રાફિકના નિયમનો વારંવાર ભંગ કરતા લાયસન્સ ધારકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. 'આ પ્રોસેસમાં સમય લાગે છે' વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં શા માટે મોડું થઈ રહ્યું છે? તે અંગે પૂછતા ARTOએ જણાવ્યું હતું કે,જ્યારે અમને લિસ્ટ સોંપવામાં આવે છે, ત્યારે એમના નામથી નોટિસ ઈશ્યૂ કરીએ છીએ. નોટિસ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલાં એમની રજૂઆત સાંભળવાનો એમનો હક છે. ઘણીવાર એવું થતું હોય કે અમારી નોટિસ જતી હોય પણ લાયસન્સધારકો કદાચ ઓફિસ સુધી ના પહોંચતા હોય, તો અમને બીજી અને ત્રીજી નોટિસ આપીએ. જેથી આ પ્રોસેસમાં સમય લાગે છે. આ પ્રોસિજરની અંદર આવું કરતા થોડો સમય લાગી શકે છે પણ કાર્યવાહી ચાલુ છે. બહુ જલ્દીથી આ બધા પર અમે ધોરણસરની કાર્યવાહી કરશું. ટ્રાફિક નિયમોનો વધુ ભંગ કરાશે તો લાયસન્સ રદ કરાશે લોકોને અમે આરટીઓ રાજકોટ વતી ખાસ સંદેશ આપવા માગીએ છીએ કે હવે આ ટાઈપના જ્યારે પણ કોઈ પણ ગુનો કરશો તો બધી જ જગ્યાએ હવે કેમેરા, સીસીટીવી કેમેરાથી સજ્જ છીએ આપણે. ક્યાંય પણ કોઈ પણ ગુનામાં હવે આપણે બચવાની કોઈ શક્યતા નથી. જેથી મોટર વ્હીકલના કાયદાઓ, નિયમો છે તેનું પાલન કરવું જોઈએ. હાલ તો લાયસન્સ સસ્પેન્ડ થયું છે પરંતુ વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવશે તો લાયસન્સ રિજેક્ટ એટલે કે રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણીવાર એવું થાય કે અમે નોટિસ બજાવેલી હોય પણ જે તે માણસ ત્યાં ન રહેતો હોય અથવા તો એમને ઘર ચેન્જ કર્યું હોય તો આવી નોટિસો અમને પરત આવે છે. તો અમે એમની જો એમને અધૂરા એડ્રેસથી મળેલી એવી કોઈ હશે તો વારંવાર અમે પાછી એમને બીજી નોટિસ ઈશ્યૂ કરી અને એમને ખુલાસા માટે મોકો આપીશું. આમ છતાં પણ તે નહીં મળે તો અમારી ટીમ તેના ઘરે જશે.
    Click here to Read More
    Previous Article
    50% કમિશનની લાલચ ભારે પડી:બોગસ પેઢી બનાવી તેનું બેંક એકાઉન્ટ ખોલી ભાડે આપનાર બે શખ્સોની ધરપકડ, મ્યુલ એકાઉન્ટમાં 1.73 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ શરૂ
    Next Article
    નવસારીમાં ગણેશ મૂર્તિની ઊંચાઈ મર્યાદા ભંગ બદલ ફરિયાદ:અંબિકા ચોકમાં નિયમ વિરુદ્ધ 23 ફૂટ ઊંચી મૂર્તિ બનાવાઈ;4 મંડળો અને મૂર્તિકારો સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment