Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામીનની શરતોનો ભંગ કરતા બે આરોપીના જમીન રદ્દ:ગુજસીટોકના ગુનામાં કોર્ટે ‘બિચ્છુ ગેંગ’ અને ‘કાસમઆલા ગેંગ’ના બે આરોપીઓની જામીન રદ્દ કર્યા

    13 hours ago

    વડોદરામાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં ‘બિચ્છુ ગેંગ’ અને ‘કાસમવાલા ગેંગ’ના બે આરોપીઓની જામીન કોર્ટે રદ્દ કર્યા છે. વર્ષ-2025માં બિચ્છુ ગેંગના 26 આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના DCB પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીના જામીન રદ કરવા કોર્ટમાં રજૂઆત આ ગુનાના આરોપી સુલતાન ઉર્ફે તાન મીરાશીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ-2025માં શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, જામીનની શરતોનો ભંગ કરી આરોપીએ જામીન પર છૂટ્યા બાદ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચર્યો હતો. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપીના જામીન રદ કરવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ગુજસીટોક કોર્ટે બન્ને આરોપીઓના જમીન રદ્દ કર્યા આ ઉપરાંત વર્ષ-2025માં ‘કાસમઆલા ગેંગ’ના 10 આરોપીઓ વિરુદ્ધ પણ વડોદરા શહેરના DCB પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પણ ACP ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસના આરોપી હુસેન સુન્ની પણ જમીન પર મુક્ત થયો હતો. સામે પણ અગાઉની શરતી જામીનનો ભંગ કરી વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો હતો અને મારામારી કરી હતી. જે અંગે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસની રજૂઆતો અને તપાસની હકીકતોને ધ્યાનમાં લેતા ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે બન્ને આરોપીઓના જમીન રદ્દ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    લાંભામાં ખાદ્યતેલનું રિપેકિંગ યુનિટ ઝડપાયું:જુના ખાલી ડબ્બા મળ્યા, 3.73 લાખનો તેલનો જથ્થો જપ્ત; ભેળસેળવાળું તેલ હોવાની શક્યતા
    Next Article
    "Exciting, But We're Not There To Celebrate": Japan Set Tone For Historic T20I Against India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment