Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવેશોત્સવ:રાજ્યની 37,211 શાળામાં 16.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન કરાયું

    4 days ago

    ગુજરાતમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન રાજ્યની 37,211 શાળાઓમાં કુલ 16.35 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓનું નામાંકન થયું છે. પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, આ પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં કુલ 1.93 લાખથી વધુ બાળકોને અક્ષરજ્ઞાનનો પ્રારંભ કરાવાયો છે. આ ઉપરાંત બાલવાટિકામાં 4.34 લાખથી વધુ બાળકો, ધોરણ-1માં 1.05 લાખથી વધુ વિદ્યાર્થી, ધોરણ-9માં 5.93 લાખથી વધુ વિદ્યાર્થી તથા ધોરણ-11માં 3.08 લાખથી વધુ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત ‘બેક ટુ સ્કૂલ સર્વે’ હેઠળ કુલ 71,229 જેટલા વિદ્યાર્થીએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા 2766 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, કન્યા કેળવણીને વેગ આપવા માટે રાજ્યની 13,084 પ્રતિભાશાળી કન્યાઓને ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ’ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરાઈ છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સદસ્યો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાની અલગ- અલગ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્રણ દિવસના આ સમગ્ર ઉત્સવ દરમિયાન દાતાઓ દ્વારા પણ રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે દાન આપવામાં આવ્યું હતું. જેમાં દાતાઓ દ્વારા કુલ રૂ. 28.97 કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને આર્થિક બળ પૂરું પાડવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નીટ પીજી: 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશનની તક:30મી ઓગસ્ટે પરીક્ષા લેવાશે જ્યારે 30 સપ્ટેમ્બરે પરિણામ
    Next Article
    નજીકના 80 ગામો માટે પર્યાવરણીય લોક સુનવણી:નવસારીના અષ્ટગામની ફર્ટિલાઇઝર કંપનીના વિસ્તૃતિકરણ સામે નજીકના ગામોમાં વિરોધ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment