Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ઉંચો ભાવ રૂ. 3700એ પહોંચ્યો:પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જીરૂ, રાયડો અને તલના ભાવોમાં તેજી

    14 hours ago

    પોરબંદરના માલદેવજી ઓડેદરા માર્કેટીંગ યાર્ડમાં આસપાસના ગ્રામ્ય પંથકમાંથી વિવિધ પાકોની આવક નોંધાવા પામી હતી. ખાસ કરીને શનિવારના બજારોમાં જીરૂ, તેલીબિયાંમાં તલ અને રાયડો તેમજ કઠોળમાં વાલના ભાવો ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક અને ઉત્સાહજનક રહ્યા હતા. માર્કેટ યાર્ડની સત્તાવાર યાદી મુજબ મસાલા પાકમાં જીરૂના ભાવો ઊંચા સ્તરે જોવા મળ્યા હતા, જેમાં 20 કિલો જીરૂનો ઊંચો ભાવ રૂ. 3700 સુધી બોલાયો હતો અને યાર્ડમાં તેની 600 કિલોની આવક થઈ હતી. આ ઉપરાંત તેલીબિયાં બજારમાં રાયડાનો ઊંચો ભાવ રૂ. 2450 અને તલનો ભાવ રૂ. 2230 નોંધાયો હતો. આવકની દ્રષ્ટિએ ઘઉં ટુકડાની 1000 કિલો અને મગફળી જાડીની 1000 કિલોની સરખી આવક નોંધાઈ હતી. જ્યારે વાલની પણ 1200 કિલોની મબલખ આવક સામે ઊંચો ભાવ રૂ. 1370 રહ્યો હતો, જે ખેડૂતોને આર્થિક ટેકો આપનારો સાબિત થયો છે.યાર્ડમાં ઘઉં ટુકડાનો નીચો ભાવ રૂ. 470, ઊંચો રૂ. 527 રહ્યો હતો. જ્યારે મસાલા પાકોમાં જીરૂ ઊંચામાં રૂ. 3700 એ વેચાયું હતું અને ધાણાની 70 કિલોની મર્યાદિત આવક થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    અધિકારીઓની ટીમ સામે પગલાં લેવાશે?:ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓને ગેરકાયદેસર ખનન દેખાયું, રૂ.15 થી 17 લાખનો દંડ કરાયો
    Next Article
    પોરબંદર-જામનગર પંથકમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક બચાવવા પાણી આપવા રજૂઆત:પોરબંદર તાલુકાના ડેમ-તળાવોને સૌની યોજનાથી વહેલી તકે પાણીથી ભરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment