Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકારીઓની ટીમ સામે પગલાં લેવાશે?:ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓને ગેરકાયદેસર ખનન દેખાયું, રૂ.15 થી 17 લાખનો દંડ કરાયો

    15 hours ago

    બરડા ડુંગર નજીક આવેલ રામગઢ ગામની જમીનમાં આવેલ ડુંગરમાં લિઝની જગ્યા પર પડેલ મલ્બો ઉપડવા પરમિશન માગી અને ખનન શરૂ કર્યું હતું.જે અંગે અગાઉ અધિકારીઓ પણ સબ સલામત હોવાની જાહેરાત કરી હતી ત્યારે આ અંગેનો અહેવાલ દિવ્યા ભાસ્કર આવતા જ ખાણ ખનીજ અને વહીવટી તંત્રના અધિકારીઓને ગેરકાયદેસર ખનન દેખાયું હતું અને રૂ.15 થી 17 લાખનો દંડ કરાયો હતો. પોરબંદર જિલ્લામાં પણ અમુક ભુમાફિયા દ્વારા આશ્ચર્યજનક કરામત કરી છેલ્લા 3 માસથી બેફાર્મ અને ખુલ્લેઆમ ખનન કરવામાં આવી રહ્યું હતું.પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા વિસ્તારમાં આવેલ બરડા ડુંગરની ગોદમાં આવેલ લધાધાર ગામના બસ સ્ટેશન પાછળ આવેલ ડુંગર રામગઢ ગામની જમીનમાં વર્ષો પૂર્વે લીઝ ઉપલબ્ધ હતી ત્યારે હવે આ લીઝ રદ થઈ ગઈ હતી પરંતુ આ લીઝની જગ્યા પર વર્ષો પૂર્વે ખોદકામ કરવામાં આવેલ મટિરિયલ્સ ઉપડવા માટે ભુમાફિયા દ્વારા ખાણ ખનીજ વિભાગ પાસે પરમિશન મેળવી અને આ જગ્યા પર રહેલ ડુંગરમાં ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું તેમછતાં જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર આવતા જ ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેકટરને ગેરકાયદેસર ખનન દેખાયું હતું અને આ ખનન બંધ કરાવી અને રૂ.15 થી 17 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટની ટીમ તેમજ સ્થાનિક અધિકારીઓની ટીમ સામે પગલાં લેવાશે? રામગઢ વિસ્તારમાં આવેલ ડુંગરમાં ગેરકાયદેસર ખનન અંગે અગાઉ ફરિયાદો થતા તે સમયે રાજકોટની ટીમ તેમજ સ્થાનિક અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ ખનન ન થતું હોવાનો આ અધિકારીઓ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે કે શું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લોક અદાલતમાં 9,545 કેસનો સમાધાનથી નિકાલ થયો:લોક અદાલતમાં કુલ 13103 કેસનો નિકાલ થયો
    Next Article
    પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ઉંચો ભાવ રૂ. 3700એ પહોંચ્યો:પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જીરૂ, રાયડો અને તલના ભાવોમાં તેજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment