Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર-જામનગર પંથકમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક બચાવવા પાણી આપવા રજૂઆત:પોરબંદર તાલુકાના ડેમ-તળાવોને સૌની યોજનાથી વહેલી તકે પાણીથી ભરો

    13 hours ago

    પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દુદાભાઈ કારાવદરા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને પોરબંદર તાલુકાના જળાશયોને સૌની યોજનાના પાણીથી તાત્કાલિક ભરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક માસથી વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોએ વાવેલો મગફળીનો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ ગત 29/06/2026ના રોજ પોરબંદરના વર્તુ-2 ડેમ, સોરઠી ડેમ, ઘોડકલ ડેમ, રોજીવાડા તળાવ અને સીમર તળાવને પાણીથી ભરવા માંગણી કરાઈ હતી. હાલ ગુજરાતના અન્ય વિસ્તારોમાં સારો વરસાદ હોવાથી ત્યાંના જળસ્રોતો ભરાઈ ચૂક્યા છે, પરંતુ પોરબંદર પંથકમાં હજુ પિયત કરવા જેટલું પાણી કુવા કે અન્ય સોર્સમાં નથી. આ કટોકટીના સમયે જો વહેલાસર સૌની યોજનાનું પાણી છોડવામાં આવે તો જ ખેડૂતોનો કિંમતી પાક બચાવી શકાય તેમ છે. આ રજૂઆતની નકલ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખિરિયાને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ પોરબંદર અને આસપાસના જિલ્લાઓમાં એક મહિનાથી વરસાદ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો વહેલી તકે પાણી નહીં મળે તો મગફળી વાવવાનો સમય પણ ખેડૂતોના હાથમાંથી નીકળી જશે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ઉંચો ભાવ રૂ. 3700એ પહોંચ્યો:પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં જીરૂ, રાયડો અને તલના ભાવોમાં તેજી
    Next Article
    Man Claims Bengaluru Airport Commute Took Longer Than His Flight To Kolkata, Sparks Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment