Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં છેતરપિંડીનો નવો કીમિયાનો પર્દાફાશ:ઓનલાઈન ઓર્ડરના પાર્સલમાં ચીજવસ્તુ બદલાવી 3.70 લાખની ઠગાઈ, ગાંજાના જથ્થા સાથે રિક્ષાચાલકને પોલીસે દબોચ્યો

    21 hours ago

    રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ઓનલાઈન કિચનવેરનો વેપાર કરતા 23 વર્ષીય વેપારીએ કુરિયર મારફતે મોકલવામાં આવતા પાર્સલમાં ચીજવસ્તુઓ બદલાવી ગ્રાહકોને હલકી ગુણવત્તાની વસ્તુઓ મોકલી આપીને આશરે ₹3.70 લાખની ઠગાઈની ઘટના સામે આવી છે. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારી મીતેષભાઈ મેવાડા તથા તેમના મિત્રોની પેઢીઓ દ્વારા કિચનવેરની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓની મીસો ઓનલાઈન પોર્ટલ મારફતે વેચાણ કરવામાં આવે છે. ગ્રાહકોના ઓર્ડર મળ્યા બાદ વેપારીઓ પોતાની પેઢીનું લેબલ લગાવી પાર્સલ તૈયાર કરતા હતા. ત્યારબાદ સેડોફેક્સ કુરિયર કંપનીના માણસો પાર્સલ લઈ વાવડી ખાતેના ગોડાઉનમાં પહોંચાડતા હતા. છેલ્લા 3 મહિનાથી ગ્રાહકો પાસેથી ઓર્ડર કરેલી વસ્તુના બદલે અન્ય હલકી ગુણવત્તાની ચીજવસ્તુઓ મળતી હોવાની ફરિયાદો વેપારીઓને મળતી હતી. હલકી કિંમતની વસ્તુ પાર્સલમાં મૂકી દેવાતી આ કારણે પાર્સલ પરત આવવા ઉપરાંત મીસો કંપની તરફથી વેપારીઓ પાસેથી પેનલ્ટી વસૂલાતી હતી. જો કે આ અંગે ખાનગી રાહે તપાસ કરતાં પાર્સલ લેવા આવતા રમેશભાઈ સરવૈયા નામના કુરિયર બોય પર શંકા ગઈ હતી. જે મુજબ પેઢીમાંથી તૈયાર પાર્સલ લઈ સેડોફેક્સના ગોડાઉન સુધી પહોંચાડતા પહેલાં રસ્તામાં પાર્સલમાંથી મૂળ ચીજવસ્તુ કાઢી પોતાની પાસે રાખી લેવામાં આવતી અને અન્ય હલકી કિંમતની વસ્તુ ધરાવતું પાર્સલ તૈયાર કરી તેના પર વેપારી પેઢીનું લેબલ લગાવી કુરિયર ગોડાઉનમાં પહોંચાડવામાં આવતું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને પાર્સલ બદલવામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. 4 લાખની ચોરી કરતી મહિલા ઝડપાઈ શહેરના સંત કબીર રોડ ઉપર એસ.એસ.સિલ્વર આર્ટ નામની ચાંદીની દુકાનમાંથી અજાણી મહિલા ₹ 4 લાખની ચોરી કરી ગયાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વેપારી રાજેશ પીઠવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટના બપોરના સમયે બપોરે દુકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી ત્યાં જ પાછળ પોતાના રહેણાંક મકાનમાં જમવા ગયા હતા. જે દરમિયાન અજાણી મહિલા ઘરની ખૂલ્લી ડેલીમાંથી પ્રવેશી હતી અને દુકાનમાં પહોંચી ત્યાંથી 5 કિલો અને 600 ગ્રામની ચાંદીની પટીનું ફીંડલુ મળી ₹4 લાખનો મુદ્દામાલ ચોરી ગઈ હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીની કલાકોમાં ચોરી કરતી મહિલાને ઝડપી પાડવામાં આવી છે. જેનું નામ લીલાબેન વાઘેલા છે અને તે ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે. પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મહિલા સામે શહેરના એ ડિવિઝન, ગાંધીગ્રામ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 6 ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. ગાંજાના જથ્થા સાથે રિક્ષા ચાલક ઝડપાયો રાજકોટ LCB ઝોન-2ની ટીમ દ્વારા શહેરના સદર બજારમાં ભીલવાસ ચોક પાસે રિક્ષા ડ્રાઈવર 38 વર્ષીય રિક્ષા ડ્રાઈવર ઇમ્તિયાઝ જુણાચને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ₹ 18,100 ની કિંમતનો 0.362 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, ₹ 6,150 રોકડ અને ₹ 3,000નો મોબાઈલ મળી ₹ 27,250 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા Say No Drugs કેમ્પેઇન ચલો મામા આવી રહ્યું છે અને તેના થકી ડ્રગ્સનું દુષણ દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમ છતાં પણ મોટાપાયે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધાકધમકી શહેરના મંડળ ડુંગર પાસે રહેતા વનરાજ સુંવાણે આજીડેમ પોલીસ સ્ટેશનમાં સંજય આહિર, મનીષ, ભૂપત આહિર, મેહુલ વચકાણી, રાજ અને કાલી ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. યુવાનને ઉંચા વ્યાજે નાણાં આપી બેંક ખાતાના ચેક કઢાવી લીધા હતા. જે બાદ અત્યાર સુધી વ્યાજ સહિત મોટી રકમ મેળવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં 30 વર્ષીય યુવક દ્વારા સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:રમકડાંની લાલચ આપી ઘરે લઈ જઈ સગીર સાથે બદકામ કર્યું, પોક્સો હેઠળ ગુનો
    Next Article
    રિવરફ્રન્ટ પર પીધેલા થારચાલકે તોફાન મચાવ્યો:બેરિકેડ ઉડાવી ગાડી દોડાવી, ખોખરાના શખ્સને દબોચીને બે સામે ફરિયાદ; દાણીલીમડામાંથી એમડી ડ્રગ્સ સાથે ફરી બે પેડલર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment