Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેદાન પર પલાંઠી વાળી કર્યો 'ૐ નમઃ શિવાય'નો જાપ:તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું 'યોગિક' સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ઠોકી રોહિત-વિરાટને પાછળ છોડ્યા

    5 days ago

    ભારતે ત્રીજી ટી-20 મેચમાં અફઘાનિસ્તાનને 127 રનથી હરાવી દીધું. દિલ્હીમાં રમાયેલી મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ 108 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેમણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. અભિષેક ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા. આ સાથે જ તેમણે ઓવરઓલ ટી-20માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં વિરાટ કોહલીની બરાબરી કરી. બંનેના નામે 10 સદી છે. આ ઉપરાંત તેમણે 30 બોલમાં સદી ફટકારીને રોહિત શર્માના સૌથી ઝડપી સદીના ભારતીય રેકોર્ડને પણ તોડી નાખ્યો. આ મેચમાં બનેલા ટોપ-9 રેકોર્ડ્સ અને 'ઓમ નમઃ શિવાય'ના જાપ મોમેન્ટ વિશે વાંચો… અભિષેકનું 'ઓમ નમઃ શિવાય' સેલિબ્રેશન અભિષેકની ઈનિંગથી વધુ ચર્ચા તેના સેલિબ્રેશનની થઈ રહી છે. જેવી જ તેની સદી પૂરી થઈ, તે મેદાન પર જ પલાઠી વાળીને બેસી ગયો અને હાથ જોડીને ધ્યાન મુદ્રામાં આવી ગયો. તેનો 'ઓમ નમઃ શિવાય' વાળો અંદાજ ફેન્સના દિલ જીતી રહ્યો છે. મેદાન પર આટલી આક્રમક બેટિંગ કર્યા પછી આવો શાંત અને ભક્તિભાવ વાળો જશ્ન જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા. 1. અભિષેક પાવરપ્લે દરમિયાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અભિષેકે દિલ્હીમાં પાવરપ્લેની 6 ઓવરમાં 22 બોલમાં અણનમ 76 રન બનાવ્યા. પુરુષોની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાવરપ્લે દરમિયાન કોઈ બેટરનો આ સૌથી મોટો સ્કોર છે. પોર્ટુગલના કુલદીપ ઘોલિયા 74 રન સાથે બીજા સ્થાને છે. 2. અભિષેકે સૌથી ઝડપી સદીનો ભારતીય રેકોર્ડ તોડ્યો અભિષેક સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયા છે. તેમણે રોહિત શર્માએ 2017માં 35 બોલમાં ફટકારેલી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. આ સાથે જ તેમણે પૂર્ણ સભ્ય દેશોમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને ન્યૂઝીલેન્ડના ફિન એલનના નામે હતો. બંનેએ 33-33 બોલમાં આ કારનામું કર્યું હતું. 3. અભિષેકે વિરાટ કોહલીના 10 સદીના રેકોર્ડની બરાબરી કરી અભિષેક ટી-20માં કુલ 10 સદી ફટકારી ચૂક્યો છે. તેણે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીયોમાં વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. 4. ભારતના નામે સૌથી વધુ 200થી વધુના સ્કોર ભારતે ટી-20માં 53મી વખત 200 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો. ટીમે અફઘાનિસ્તાન સામે 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા 31 વખત આ સિદ્ધિ મેળવી ચૂકી છે. 5. ભારત 10મી વખત 100+ રનથી જીત્યું ભારતે પુરુષોની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત 100 કે તેથી વધુ રનની જીતના રેકોર્ડની બરાબરી કરી. ટીમે 10મી વખત 100 રન કે તેથી વધુના અંતરથી જીત નોંધાવી છે. કેનેડાએ પણ આટલી જ વખત આ સિદ્ધિ મેળવી છે. 6. ભારતે પહેલી વાર પાવરપ્લેમાં 100 રન બનાવ્યા ભારતે પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 100 રન બનાવ્યા. ભારતે પહેલી વાર આ સિદ્ધિ હાંસલ કરી. આ પહેલાં ટીમે ઇંગ્લેન્ડ સામે 2025માં વાનખેડે સ્ટેડિયમમાં 1 વિકેટે 95 રન બનાવ્યા હતા. 7. અભિષેકે છઠ્ઠી વાર 20 કે તેનાથી ઓછી બોલમાં ફિફ્ટી ફટકારી અભિષેકે મેચમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી. તેમણે ટી-20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠી વખત 20 કે તેનાથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારી છે. આ મામલે તેઓ વર્લ્ડ ક્રિકેટમાં સૌથી આગળ છે. આ ટી-20માં ભારત માટેની પાંચમી સૌથી ઝડપી ફિફ્ટી પણ છે. યુવરાજ સિંહ પ્રથમ સ્થાને છે, જેમણે 2007માં ઇંગ્લેન્ડ સામે ડરબનમાં 12 બોલમાં અર્ધસદી ફટકારી હતી. 14 બોલ સાથે અભિષેક બીજા નંબરે છે. 8. અભિષેકે ઇનિંગ્સમાં 11 છગ્ગા ફટકાર્યા અભિષેક ભારત માટે ટી-20ની એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી છે. તેમણે 2025માં ઇંગ્લેન્ડ સામે એક ઇનિંગ્સમાં 13 છગ્ગા ફટકાર્યા હતા. હવે દિલ્હીમાં તેમની 11 છગ્ગાવાળી આ ઇનિંગ્સ આ યાદીમાં બીજા નંબરે પહોંચી ગઈ છે. 9. અભિષેકે આ વર્ષે 96 સિક્સર ફટકારી અભિષેક આ વર્ષે તમામ ટી-20 મેચોમાં કુલ 96 સિક્સર ફટકારી ચૂક્યો છે. આ એક વર્ષમાં કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે. પ્રથમ સ્થાન પર પણ તેમનું જ નામ છે. તેમણે 2025માં 108 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy S27 Ultra Could Get New Image Processing for More Natural Photos: Leak
    Next Article
    Polish PM Warns Of Russian Drone And Missile Strikes On Ukraine's Allies

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment