Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્સપ્રેસ-વે પરથી બોલેરો પિકઅપમાંથી દારૂનો જથ્થો ઝડપાયો:ડુંગળીની ગુણોની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 12.66 લાખનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ડુંગળીની ગુણો નીચે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, LCB ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન, MH-04-SD-6935 નંબરની શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકવામાં આવી હતી. તપાસ કરતા, ડુંગળીની ગુણોના કવરિંગ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 200 બોક્સ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરના રહેવાસી અકલાખ અઝીઝ શેખ (ઉંમર 50)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં શેખે જણાવ્યું કે, તેણે રાજુ નામના વ્યક્તિના કહેવાથી નવાગામ બ્રિજ નીચેથી ગાડી મેળવી હતી અને વડોદરાના પાદરા નજીક શેલ પેટ્રોલ પંપ પાસે દારૂ પહોંચાડવાનો હતો. પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂ. 9.60 લાખનો દારૂ, રૂ. 3 લાખની બોલેરો પિકઅપ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂની હેરાફેરી કરનારાઓ પોલીસથી બચવા માટે કૃષિ માલની આડનો ઉપયોગ કરતા હોવાનું આ ઘટના દર્શાવે છે. જોકે, LCBની સતત દેખરેખ અને બાતમીદારોના મજબૂત નેટવર્કના કારણે આવા પ્રયાસો નિષ્ફળ બની રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતને ઘમરોળશે મેઘરાજા:એક સાથે પાંચ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, નાસિરનગર ડિમોલીશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આકરો સવાલ, 30 સેકન્ડમાં યુવકે વૃદ્ધના રામ રમાડ્યા
    Next Article
    વલસાડમાં રેડ એલર્ટ જાહેર, તંત્ર સજ્જ:કલેક્ટરનો એક્શન પ્લાન, NDRF તૈનાત, અર્લી વોર્નિંગ સિસ્ટમ કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment