Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવરફ્રન્ટ પર પીધેલા થારચાલકે તોફાન મચાવ્યો:બેરિકેડ ઉડાવી ગાડી દોડાવી, ખોખરાના શખ્સને દબોચીને બે સામે ફરિયાદ; દાણીલીમડામાંથી એમડી ડ્રગ્સ સાથે ફરી બે પેડલર ઝડપાયા

    23 hours ago

    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા હરીહરાનંદ આશ્રમ પાસે પોલીસ દ્વારા બેરિકેટ ગોઠવીને વાહનચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે એક થાર ગાડીને રોકવા જતા તેણે પુરઝડપે કાર હંકારીને બેરિકેટને અથડાવીને ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરતા તે યુટર્ન લેવા જતા દિવાલ સાથે અથડાયો હતો. રિવરફ્રન્ટ પોલીસે કારચાલકને ઝડપી પાડી તપાસ કરતા તે દારૂ પીધેલો હતો. જેથી પોલીસે આરોપી મોહીતસિંગ તોમર (રહે. ખોખરા)ને ઝડપી પાડી તેની સામે બે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. બીજો બનાવ એક વ્યક્તિ સળગતી હાલતમાં દોડતો દેખાયો વેજલપુરમાં રહેતા અશ્વિનીબેન માલુશ્રી ગત તા.14મીએ કેનયુગ ચાર રસ્તા પાસે આવેલી રૂક્ષ્મણી વલ્લભ સોસાયટી ખાતે કામઅર્થે ગયા હતા. તે એક મકાનમાં કામ કરતા હતા ત્યારે પ્લાસ્ટિક સળગતુ હોય તેવી દુર્ગંધ આવતા તે બહાર જોવા આવ્યા હતા. ત્યારે મકાન પાસે એક વાહન સળગતુ હતું અને એક વ્યક્તિ સળગતી હાલતમાં દોડતો જતો હતો. 108 ટીમે વ્યક્તિને મૃત જાહેર કર્યો અશ્વિનીબહેન સહિતના લોકોએ દોડીને આ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરતા તે કોમન પ્લોટ પાસે સળગેલી હાલતમાં પડ્યો હતો. 108 બોલાવીને મેડિકલ ટીમે તપાસ કરીને આ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ નિતીન ચૌહાણ હોવાનું સામે આવ્યુ હતું અને તેની પાસેથી જ્વલશીલ પ્રવાહી તથા દીવાસળી પણ મળી આવી હતી. સેટેલાઇટ પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા તજવિજ હાથ ધરી છે. દાણીલીમડામાંથી એમડી ડ્રગ્સ સાથે ફરી બે પેડલર ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડામાં ચિરાગ પાર્ક નજીક મસ્જિદે વાલીદૈનની બાજુમાં એક બિલ્ડિંગ આગળ બે પેડલરો એમડી ડ્રગનો જથ્થો લઈને એક્ટિવા પર બેઠા છે. જેને પગલે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે દાણીલીમડામાંથી મુસ્તાક ઉર્ફે એમ.એમ. મહેમુદભાઈ સૈયદ (ઉંમર 28 વર્ષ, રહે. નવા ફ્લેટ, શાહઆલમ, દાણીલીમડા) તથા યાસીન આરાફત ઈનશાદઅલી અન્સારી (ઉંમર 44 વર્ષ, રહે. ચોકીદાર બાવાની દરગાહ પાસે, શાહઆલમ, દાણીલીમડા)ને ઝડપી લીધા હતા. તેમની તપાસ કરતાં પોલીસને તેમની પાસેથી ₹8 લાખની કિંમતનું 73.030 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને પેડલરોને ઝડપી લીધા હતા. તેઓ આ ડ્રગ કોને વેચવાના હતા, તેની તપાસ ચાલી રહી છે. જોકે, તેમના ફોનમાંથી તેમના ઘણા ગ્રાહકોની વિગતો મળી આવી છે. જ્યારે આ ડ્રગ તેઓ કોની પાસેથી લાવ્યા હતા તેની તપાસ કરતાં દાણીલીમડાના સપ્લાયર નફીશ શેખે જ તેમને ડ્રગ આપ્યું હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે નફીશ શેખને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે
    Click here to Read More
    Previous Article
    શહેરમાં છેતરપિંડીનો નવો કીમિયાનો પર્દાફાશ:ઓનલાઈન ઓર્ડરના પાર્સલમાં ચીજવસ્તુ બદલાવી 3.70 લાખની ઠગાઈ, ગાંજાના જથ્થા સાથે રિક્ષાચાલકને પોલીસે દબોચ્યો
    Next Article
    2 American Airlines Jets Nearly Collide After Flight Number Mix-Up, Controller Prevents Disaster

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment