Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    37 વર્ષના કોહલીએ કમાલનો કેચ પકડ્યો!:સ્લિપમાં ઊભેલા વિરાટે જમણી બાજુ ડાઇવ મારીને એકહાથે કેચ કર્યો; પછી પોતાનું ખાસ 'બો એન્ડ એરો' સેલિબ્રેશન કર્યું

    1 day ago

    ન્યૂઝીલેન્ડ સામે ઑકલેન્ડના ઇડન પાર્કમાં બુધવારે ભારતીય ટીમના સિનિયર ખેલાડી પોતાની ફિલ્ડિંગથી છવાઈ ગયા. પહેલા રોહિત શર્માએ શાનદાર થ્રોથી ડેરીલ મિચેલને રનઆઉટ કરાવ્યો અને ત્યારબાદ વિરાટ કોહલીએ પોતાના જોરદાર કેચથી મહેફિલ લૂંટી લીધી. કોહલીએ એવો કેચ પકડ્યો કે બેટર પણ હેરાન રહી ગયો. આ પછી તેનું ખાસ સેલિબ્રેશન પણ જોવા મળ્યું. …તો આવી રીતે કોહલીએ એકહાથે કેચ કર્યો ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સના 29મી ઓવરના ત્રીજા બોલ પર અંશુલ કંબોજ બોલિંગ કરી રહ્યો હતો અને સામે નાથન સ્મિથ હતો. કંબોજે ફૂલ લેન્થ બોલ નાખ્યો, જેના પર સ્મિથે ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો. બોલ બેટની આઉટ સાઇડ એડ્જ લઈને બીજી સ્લિપ તરફ ઝડપથી ગયો. ત્યાં હાજર વિરાટ કોહલીએ જમણી તરફ ડાઇવ લગાવી અને જમીનથી ઇંચભર ઉપર બોલને એકહાથે ઝડપી લીધો. કેચને લઈને કોહલી પૂરી રીતે આશ્વસ્ત હતો. ટીવી અમ્પાયરે પણ રીપ્લે જોયા બાદ તેને ક્લીન કેચ જાહેર કર્યો. નાથન સ્મિથ 9 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો. કેચ પછી વિરાટનું બો એન્ડ એરો સેલિબ્રેશન કેચ પકડ્યા પછી વિરાટ કોહલીનો અંદાજ પણ જોવાલાયક હતો. તે થોડે દૂર સુધી દોડ્યો અને પછી બોલ અમ્પાયર તરફ ફેંક્યો. આ પછી તેણે પોતાનું 'બો એન્ડ એરો' (ધનુષ અને તીર) સેલિબ્રેશન કર્યું. તેણે જીભ બહાર કાઢીને પોતાના સાથી ખેલાડી સાથે હસતા-હસતા ઉજવણી પણ કરી. વિરાટ આવતીકાલે 38 વર્ષનો થશે. પછી કાઇલ જેમિસનનો કેચ પણ પકડ્યો વિરાટ કોહલી અહીં અટક્યો નહીં. તેણે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 32મી ઓવરના પહેલા બોલ પર કાઇલ જેમિસનનો કેચ પણ પકડ્યો. અર્શદીપ સિંહના શોર્ટ ઓફ લેન્થ બોલ પર જેમિસને બેટ અડાડ્યું, પરંતુ બોલ સીધો કવર પર ઊભેલા કોહલીના હાથોમાં ગયો. જેમિસન 6 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો. આ વિકેટ સાથે ન્યૂઝીલેન્ડે પોતાની આઠમી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ પણ કર્યો હતો કમાલ આ પહેલા રોહિત શર્માએ પણ પોતાની ફિલ્ડિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે ડેરીલ મિચેલને રનઆઉટ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મિડવિકેટથી ઝડપથી બોલ તરફ દોડતા રોહિતે શાનદાર અંડરઆર્મ થ્રો કર્યો હતો. કેએલ રાહુલે વિકેટ પાછળ સ્ફુર્તી બતાવતા મિચેલને રનઆઉટ કરી દીધો હતો. આ રીતે ઑકલેન્ડમાં ભારતીય ટીમના બંને અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પોતાની ફિલ્ડિંગથી ખાસ છાપ છોડી.
    Click here to Read More
    Previous Article
    વરસાદ શરૂ થતાં મેચને રોકવી પડી:કોહલી-કેપ્ટન ગિલે ભારતીય ઇનિંગને સંભાળતા 50+ રનની પાર્ટનરશીપ કરી; રોહિત ઝીરોમાં આઉટ
    Next Article
    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 76,950 અને નિફ્ટી 23,800 પર, ફાર્મા અને FMCG શેરોમાં વધુ ખરીદી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment