Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન અને પર્યાવરણ વિભાગમાં મોટાપાયે ફેરફાર:રાજ્યના 365 RFOની સામૂહિક બદલી

    4 days ago

    રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ચાર વર્ષ બાદ આજે મોટાપાયે બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં નાયબ ભાવનગર વન સંરક્ષક કચેરીના વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જ ઉપરાંત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત રાજ્યના કુલ 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સામૂહિક બદલીના ઓર્ડર કરાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન સહિત રાજ્યની વન વિભાગની રાજ્યની 450 જેટલી રેન્જમાં થયા બદલીના ઓર્ડર નીકળ્યા હતા. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે કરેલા બદલીના ઓર્ડરમાં ભાવનગર વન સંરક્ષક કચેરી, રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીમાં વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જમાં ફરજ બજાવતા 13 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી કરાઈ છે. જેમાં મોટાભાગના બદલીના ઓર્ડરમાં વન્યજીવ અને નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વિસ્તરણ મુકાયા છે. જયારે નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વન્યજીવમાં મુકાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન રેન્જમાં ફરજ બજાવતા 13 RFOની બદલી RFOની બદલીમાં કિશોરસિંહ બારડની વલભીપુર રેન્જમાંથી બોટાદ વિસ્તરણ રેન્જમાં, ભરતભાઈ સોલંકીની સિહોર રેન્જમાંથી ઘોઘા વિ. રેન્જમાં, સુરેશભાઈ બારૈયાની મહુવા રેન્જમાંથી રિસર્ચ ભાવનગર રેન્જમાં, દિવ્યરાજસિંહ સરવૈયાની ભાવનગર રેન્જમાંથી વેળાવદર રેન્જમાં, મુકેશભાઈ વાઘેલાની જેસર રેન્જમાંથી સિહોર વિ.રેન્જમાં, જગાભાઈ આંબલીયાની પાલિતાણા વિ. રેન્જમાંથી જસદણ રેન્જમાં મૂકાયા છે. ,સુમીતાબેન ડાકીને સિહોર વિ.રેન્જમાંથી જુનાગઢ રિસર્ચ રેન્જમાં, અમિતકુમાર વાણિયાને ઘોઘા વિ. રેન્જમાંથી ખાંભા એમ.એસ. વન્યજીવમાં, નિમલબેન ગોલેતરને ઉમરાળા વિ. રેન્જમાંથી સિહોર રેન્જમાં, આરતીબેન શિયાળની તળાજા વિ.રેન્જમાંથી વન્યજીવ રેન્જ પાલિતાણામાં, જીજ્ઞાસાબેન શેતરણીયાને ગારિયાધાર વિ.રેન્જમાંથી વન્યજીવ જાફરાબાદ રેન્જમાં મૂકાયા છે. દિલીપભાઈ ગઢવીની વેળાવદર રેન્જમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં, મોહનભાઇ બાંભણીયાની મો.સ્ક્વોડ વેળાવદરમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    SGSTના એડિ. કમિશનર સામે પગલા:ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ IRS હેરમાને સિંગલ ઓર્ડરથી તત્કાળ પરત મોકલાયા
    Next Article
    સરાહનીય સેવાકાર્ય:ઝીરો બેલેન્સ ધરાવતી રોબિનહુડ આર્મી સંસ્થાએ 6,62,000 લોકોને ભોજન આપી જઠરાગ્નિ ઠારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment