Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SGSTના એડિ. કમિશનર સામે પગલા:ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ IRS હેરમાને સિંગલ ઓર્ડરથી તત્કાળ પરત મોકલાયા

    4 days ago

    સ્ટેટ જીએસટીમાં વ્યાપકપણે ફેલાઇ ગયેલા ભ્રષ્ટાચાર અને ઉચ્ચ અધિકારી દ્વારા સીન્ડીકેટ રચી સરકારી તિજોરીને કરવામાં આવી રહેલા નુકસાન અંગે વડાપ્રધાનથી લઇ સીબીઆઇ, સીબીઆઇસી, મુખ્યમંત્રી સહિતના લોકોને આઇઆરએસ ધર્મેન્દ્ર ચંદુલાલ હેરમા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સિંગલ ઓર્ડરથી અને તત્કાળ અસરથી સીબીઆઇસી બોર્ડમાંથી ડેપ્યુટેશન પર આવેલા હેરમાને અકાળે પરત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023માં ડી.સી.હેરમાને ગુજરાતમાં સ્ટેટ જીએસટીમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા, અને તેઓની પાસે એન્ફોર્સમેન્ટનો ચાર્જ હતો. હેરમાની સામે વ્યાપકપણે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી, અને સરકાર દ્વારા જીણી આંખે તેની સમીક્ષા પણ કરવામાં આવી રહી હતી. હેરમા અને તેની ટોળકીમાં સામેલ તુલસી, હરેશ, મીતુલ, ચીરાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનો કાળો કેર વર્તવામાં આવ્યો હતો. નવાઇની વાતતો એ હતી કે, હેરમા પાસે એન્ફોર્સમેન્ટ વિભાગ હતુ, જો એન્ફોર્સમેન્ટની કોઇપણ ફરિયાદ હોય તો તેને તકેદારી વિભાગમાં તબદીલ કરવામાં આવે છે. આ તકેદારી વિભાગ પણ પોતાની પાસે જ રાખ્યો હતો, અને સ્ટાફમાંથી જો કોઇ ઉંચા-નીચા થાય તો મહેકમ વિભાગ પણ પોતાની પાસે હોવાથી સ્ટાફને રીમોટ સ્થળ પર બદલી કરી નાંખવાની ચીમકી આપી દબાવી દેતા હતા. હેરમા અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદો પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સીબીઆઇસીમાં અકાળે પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને સરકારના આ પગલાના ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના છે. હેરમાના કરતૂતો પર આ પાણીઢોળ છે, કે તેના તમામ ભ્રષ્ટાચાર અને કલંકિત ટોળકી સામે ભ્રષ્ટાચારની વધુ તપાસ થશે? તેના અંગે પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:રાજપરા-2 ગામે અજાણ્યા વાહન અડફેટે યુવકનું મૃત્યુ
    Next Article
    વન અને પર્યાવરણ વિભાગમાં મોટાપાયે ફેરફાર:રાજ્યના 365 RFOની સામૂહિક બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment