Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરાહનીય સેવાકાર્ય:ઝીરો બેલેન્સ ધરાવતી રોબિનહુડ આર્મી સંસ્થાએ 6,62,000 લોકોને ભોજન આપી જઠરાગ્નિ ઠારી

    2 days ago

    રોબિનહુડ આર્મી સંસ્થા ભાવનગર શહેરમાં છેલ્લા નવ વર્ષથી સામાજીક ક્ષેત્રે પોતાની જવાબદારી સમજી કાર્ય કરી રહી છે. જેમા મુખ્યત્વે જરૂરીયાતમંદોને ભોજન, રાશન, કપડા, ચપ્પલ, ગરમ વસ્ત્રો જેવી વસ્તુઓ સાથે તેમના બાળકોને શિક્ષણ અંગેનુ યોગ્ય માર્ગદર્શન આપી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રોબિનહુડ આર્મી સંસ્થા વિશ્વના 13 દેશ અને 400થી વધુ શહેરોમાં પોતાનુ કાર્ય કરી રહી છે. જેમા મુખ્યત્વે જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનુ છે. સંસ્થા ઝીરો બેલેન્સ ઓર્ગેનાઇઝેશન હોવાના કારણે રોકડ દાન સ્વીકારવામાં આવતુ નથી. વસ્તુના સ્વરૂપમાં મળતુ દાન લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને પ્રસંગ પછી વધેલુ ભોજન સ્વીકારી લોકોને વિતરણ કરવામાં આવે છે. સાથે જન્મ દિવસ, એનવર્સરી, તિથિ, નિમિતે દાતા તરફથી ભોજન આપવામાં આવે છે. સમાજના લોઅર, મીડલ કલાસના ઘણા કુટુંબને જરૂરીયાત હોય પરંતુ સ્વમાન ભંગ થાય માટે કોઇની સામે હાથ ફેલાવી શકતા નથી તેવા વડીલો, નિ:સહાય હોય તેવા લોકોને ભોજન, રાશનકીટ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ સંસ્થા દ્વારા અપાય છે. રોબીન હુડ આર્મી છેલ્લા નછ વર્ષમાં 662000થી વધુ લોકોને ભોજન પહોંચાડી જઠરાગ્ની ઠારવાનો પ્રયાસ અવિરત રહયો છે. દિવાળી, મકરસંક્રાંતિ, ધુળેટી સહિતના તહેવારો અન્ય લોકોની જેમ ઉજવી શકે તે માટે મીઠાઇના પેકેટ, ચીક્કી, પતંગ, પીચકારી આપી બાળકો સાથે તહેવાર ઉજવવામાં આવે છે. રોબીનહુ઼ડ આર્મીના એકેડમી વિભાગ દ્વારા 70 થી 80 બાળકોને ભણતર આપી તેમા રૂચી વધે તેવા પ્રયાસ કરી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમા અમુક તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દાતાઓના સહયોગથી અગ્રણી સંસ્થાઓમાં એડમીશન અપાવવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે કેમ્પ યોજી મહિલાઓને માર્ગદર્શન આપી દાતાઓના સહયોગથી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે આ કાર્યમાં ચિંતન વ્યાસ, હિતાંશી વ્યાસ, બીલ્વમ વ્યાસ, વિશાલ ભટ્ટ, ગૌતમ પરમાર, કાનજી ઢેઢી પીયુષ વ્યાસ, ચીંતન ભટ્ટ, ચીરાગ દેસાઇ, રેખા વ્યાસ, અભિજ્ઞા દેસાઇ, તૃપ્તી નિસરતા દ્વારા કાર્યો કરાય. વેલેન્ટાઇન-ડેને રોટી-ડે તરીકે ઉજવવામાં આવે છે વર્ષ દરમ્યાન દિવાળી, મકરસંક્રાંતિ, ધુળેટી સહિતના તહેવારો અન્ય લોકોની જેમ ઉજવી શકે તે માટે મીઠાઇના પેકેટ, ચીક્કી, પતંગ, પીચકારી આપી બાળકો સાથે તહેવાર ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ને રોટી-ડે તરીકે ઉજવી જરૂરીયાતમંદોને ગુલાબના ફુલને બદલે થેપલા-શાક આપી રોબીન હુડ આર્મી દ્વારા ઉજવણીનો એક નવો ચીલો પાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વન અને પર્યાવરણ વિભાગમાં મોટાપાયે ફેરફાર:રાજ્યના 365 RFOની સામૂહિક બદલી
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 12 LIVE Updates: Ranveer Singh film set to enter Rs 1,400 cr club, records lowest single day earning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment