Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના રામકથા મેદાન પર જામ્યો ખેલ મહાકુંભ:હર્ષ સંઘવીએ બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો, શહેરમાં 36-GNPL સહિત વિવિધ રમતો રમાશે

    14 hours ago

    ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત રમોત્સવ-2026નો ગઈકાલે(1 એપ્રિલ) રાતે સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે પ્રારંભ થયો હતો. આ મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ભવ્ય રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે મેદાનનું વાતાવરણ રમતગમતના ઉત્સાહ અને ખેલદિલીથી ગુંજી ઉઠ્યું હતું. રામકથા મેદાન ખાતે રમોત્સવ-2026નો નાયબ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે રમોત્સવ-2026નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું નાયબ મુખ્યમંત્રીની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન બાદ મેદાન પર રમતની શરૂઆત કરાવતી વખતે નાયબ મુખ્યમંત્રીએ પોતે બેટિંગ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે પ્રોફેશનલ ક્રિકેટરની અદામાં બેટ વડે ફટકા લગાવતા ઉપસ્થિત પ્રેક્ષકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ પદાધિકારીઓ ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીની આ ખેલદિલીએ સાબિત કર્યું કે રાજકારણની ધમાલ વચ્ચે પણ રમતગમત પ્રત્યેનો તેમનો લગાવ અતૂટ છે.જેને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. આ રમોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે સહિતના અનેક પદાધિકારીઓ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ચેસ, વોલીબોલ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષે સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરી ઉત્તર ધારાસભ્યને શુભેચ્છા પાઠવી હતી.ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવા પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. રમોત્સવ-2026 અંતર્ગત માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ચેસ, વોલીબોલ અને દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 36-જીએનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગાંધીનગરના રમતપ્રેમીઓમાં ઉત્સાહ આ મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ આગામી દિવસોમાં ગાંધીનગરના રમતપ્રેમીઓ માટે ઉત્સવ સમાન બની રહેશે. સહાય ફાઉન્ડેશન અને ભાજપના કાર્યકરો દ્વારા મેદાન પર ખેલાડીઓ માટે તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ કરેલી બેટિંગે આ રમોત્સવને યાદગાર બનાવી દીધો છે. જેનાથી શહેરના યુવાનોમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી ઉર્જાનો સંચાર થયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાનો નાગેશ કોર્પોરેશનને 6.83 કરોડ જમા કરાવવા આદેશ:લેગસી વેસ્ટ નિકાલમાં ગેરરીતિ જણાઈ, 15 દિવસમાં નહીં ભરાય તો ફોજદારી કાર્યવાહી
    Next Article
    5.5 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ, VIDEO:વડોદરાના વિરોદ ગામમાં ઘર પાસે મગર ધસી આવ્યો, વન વિભાગને સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment