Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાનો નાગેશ કોર્પોરેશનને 6.83 કરોડ જમા કરાવવા આદેશ:લેગસી વેસ્ટ નિકાલમાં ગેરરીતિ જણાઈ, 15 દિવસમાં નહીં ભરાય તો ફોજદારી કાર્યવાહી

    10 hours ago

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માખણીયા વિસ્તારમાં લેગસી વેસ્ટના નિકાલના કોન્ટ્રાક્ટમાં સમય મર્યાદામાં પુણ ન થતાં અને વ્યાપક અનિયમિતતાઓ બદલ કડક કાર્યવાહી કરી છે. તેમણે કોન્ટ્રાક્ટર એજન્સી નાગેશ કોર્પોરેશનને ₹6,83,62,240ની રકમ 15 દિવસમાં નગરપાલિકામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો આ રકમ નિયત સમયમાં જમા કરવામાં નહીં આવે તો એજન્સી સામે ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા નાગેશ કોર્પોરેશનને વર્ષ 2023માં 73 ટકા ઊંચા ભાવે કચરાના નિકાલ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરની તપાસમાં સામે આવ્યું છે કે, એજન્સીએ 1 માર્ચ, 2025ના રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી ખોટી રીતે કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. રેકોર્ડ મુજબ, એજન્સીને 20 સપ્ટેમ્બર, 2023ના રોજ વર્ક ઓર્ડર મળ્યો હતો, પરંતુ શરૂઆતના ત્રણ મહિના વીજ કનેક્શન ન હોવાથી અને ત્યારબાદ ચોમાસાના કારણે કામગીરી થઈ ન હતી. નિર્ધારિત સમય સુધીમાં લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો હોવા છતાં એજન્સીએ તે કામગીરી પૂર્ણ કરી ન હતી. નાણાકીય ગણતરી અને મશીનરીની ક્ષમતા અંગેની તપાસમાં મોટો ખુલાસો થયો છે. એજન્સીએ 25 ઓક્ટોબર, 2024 થી 1 માર્ચ, 2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો હોવાનો દાવો કર્યો છે, જે ઉપલબ્ધ મશીનોની ક્ષમતા જોતાં અશક્ય છે. વાસ્તવિક ગણતરી મુજબ, એજન્સી આ સમયગાળામાં માત્ર 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકતી હતી. આમ છતાં, એજન્સીએ નગરપાલિકા પાસેથી કુલ ₹10,02,27,135 મેળવી લીધા હતા, જેમાંથી વધારાના ચૂકવાયેલા ₹6,32,01,240 પરત ખેંચવા આદેશ કરાયો છે. દંડની વિગતો મુજબ, એજન્સીએ કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ મેળવ્યા પછી પણ 1.40 લાખ ટન કચરો પ્રોસેસ કર્યા વગર રાખી મૂક્યો છે. આ બદલ 1 એપ્રિલ, 2026 સુધીનો પ્રતિદિન ₹1,000 લેખે ₹3,97,000નો દંડ, પ્રોસેસ્ડ વેસ્ટના ટ્રાન્સપોર્ટમાં વિલંબ બદલ પ્રતિદિન ₹10,000 લેખે ₹39,70,000 અને ટેન્ડર બીડની જોગવાઈઓના ભંગ બદલ ₹7,94,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ, કુલ ₹6,83,62,240ની રકમ વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે. ચીફ ઓફિસરે જણાવ્યું છે કે એજન્સીની કામગીરી સંતોષકારક રહી નથી અને સરકારી નાણાંની ગેરરીતિ મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો, 71600 પર કારોબાર કરી રહ્યો છે:નિફ્ટી પણ 450 પોઈન્ટ તૂટ્યો; બેંકિંગ, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો
    Next Article
    ગાંધીનગરના રામકથા મેદાન પર જામ્યો ખેલ મહાકુંભ:હર્ષ સંઘવીએ બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો, શહેરમાં 36-GNPL સહિત વિવિધ રમતો રમાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment