Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 36 આંગણવાડી કેન્દ્રોને 9 કરોડની મંજૂરી:વિધાનસભાના 36 ગામોમાં બાળકોને મળશે આધુનિક સુવિધાઓ

    2 days ago

    અમરેલી જિલ્લામાં 36 નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે રાજ્ય સરકારે 8.96 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ભંડોળ રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી મંજૂર થયું છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ, પોષણ અને સંસ્કારનું આધુનિક વાતાવરણ પૂરું પાડવાનો છે. મંત્રી કૌશિક વેકરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ 36 આંગણવાડી કેન્દ્રો અમરેલી તાલુકાના 16 અને કુંકાવાવ તાલુકાના 20 ગામોમાં બનાવવામાં આવશે. કુલ 8,96,32,000 રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે, જે મુજબ દરેક આંગણવાડી કેન્દ્રના બાંધકામ પાછળ અંદાજે 25 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તેમણે કામગીરી ઝડપથી હાથ ધરવા માટે સૂચનાઓ પણ આપી છે. હાલમાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો જર્જરિત અથવા સુવિધાઓ વિનાના છે. નવા અને આધુનિક બિલ્ડીંગો બનવાથી ગામના નાના બાળકોને તેમના ગામમાં જ ગુણવત્તાસભર શિક્ષણ, પોષણ અને સંસ્કારનું ઉત્તમ વાતાવરણ મળશે. આધુનિક સુવિધાઓ બાળકોને સુરક્ષિત અને અનુકૂળ માહોલ પૂરો પાડશે. આ પ્રોજેક્ટથી છેવાડાના ગામડાઓને પણ સીધો લાભ મળશે. ગામડાઓમાં શિક્ષણ અને બાળ વિકાસની સુવિધાઓ મજબૂત બનશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ વધશે અને માતા-પિતાનો વિશ્વાસ મજબૂત બનશે. નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગામનું સામાજિક અને શૈક્ષણિક સ્તર વધુ ઊંચું આવશે, તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા વધશે અને તેમનામાં ઉત્સાહ જગાવશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય સ્તરીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 19 વર્ષીય બોક્સરના મૃત્યુનો મામલો:માતાએ હાઇકોર્ટમાં અરજી કરી કે કોઈ જવાબદારી નક્કી નહીં, સેફ્ટી પ્રોટોકોલનો અમલ નહીં, હાઇકોર્ટે પાઠવી નોટિસ
    Next Article
    રાજકોટમાં દીકરાએ માતાને છરીના ઘા ઝીંક્યા:રોણકી ગામે પત્નીના અવસાનમાં માતા કારણભૂત હોવાનો ખાર રાખી હુમલો કર્યો, વૃદ્ધા સારવાર અર્થે ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment