Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દીકરાએ માતાને છરીના ઘા ઝીંક્યા:રોણકી ગામે પત્નીના અવસાનમાં માતા કારણભૂત હોવાનો ખાર રાખી હુમલો કર્યો, વૃદ્ધા સારવાર અર્થે ખસેડાયા

    2 days ago

    રાજકોટમાં બેડી ચોકડીથી અતિથી દેવો ભવ હોટેલ તરફના રસ્તે રોણકીમાં રહેતાં વૃધ્ધા પર સવારે તેના મોટા દીકરાએ છરીથી હુમલો કરી પડખા અને હાથમાં છરીના ઘા ઝીંકી દેતાં વૃધ્ધાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પત્નીના અવસાનમાં માતા કારણભૂત હોવાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દીકરાએ માતાને છરીના ઘા ઝીંક્યા જામનગર મોરબી હાઇવે પર એડીબી હોટેલ નજીક રોણકીમાં રહેતાં લાભુબેન મેરામભાઇ માલકીયા (ઉ.વ.65) નામના વૃધ્ધા સવારે 6 વાગ્યે ઘરે હતાં ત્યારે બાજુમાં જ રહેતાં તેના મોટા દીકરા ધીરૂ મેરામભાઇ માલકીયાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી દેતાં લાભુબેનને પડખા અને હાથમાં ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. જો કે દેકારો થતાં ઘરના બીજા લોકો આવી જતાં ધીરૂ ભાગી ગયો હતો અને લાભુબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. પત્નીના અવસાનનો ખાર રાખી હુમલો કર્યો પોલીસ તપાસમાં લાભુબેનને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. જેમાં હુમલો કરનાર ધીરૂ મોટો છે. લાભુબેનના પતિ છુટક ખેત મજુરી કરે છે. હુમલો કરનાર ધીરૂના પત્નીનું અગાઉ ડિલિવરી વખતે અવસાન થયું હતું. તેને કમળો થઇ ગયાનો રિપોર્ટ જે તે વખતે આવ્યો હતો, ત્યારથી ધીરુ તેના માતા સાથે ઝઘડા કરીને કહેતો કે મારા ઘરવાળીનું મૃત્યુ થયું એનું કારણ તમે છે. આ વાતને લઇને તે અવાર-નવાર ઝઘડા કરતો હતો. આજે સવારે પણ અચાનક તે છરીથી તૂટી પડયો હતો હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં 36 આંગણવાડી કેન્દ્રોને 9 કરોડની મંજૂરી:વિધાનસભાના 36 ગામોમાં બાળકોને મળશે આધુનિક સુવિધાઓ
    Next Article
    बंगाल में 91.7% मतदान, इस धुआँधार वोटिंग के क्या हैं मायने, एक्सपर्ट में तकरार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment