Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં મિશ્ર ઋતુ:એક જ દિવસમાં મહત્તમ તાપમાન 3.6 ડિગ્રી ગગડ્યું, હવામાં ભેજનું પ્રમાણ વધીને 63 ટકા રહ્યું

    21 hours ago

    પોરબંદરમાં ગરમીમાંથી આંશિક રાહત વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રવિવારે મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું, જે સોમવારે 3.6 ડિગ્રી ઘટીને 34.1 ડિગ્રીએ પહોંચ્યું હતું. જોકે, તાપમાનમાં ઘટાડાની સાથે ભેજનું પ્રમાણ વધતાં બપોરના સમયે ગરમી અને બફારાની અસર અનુભવાઈ હતી.હવામાનના આંકડા મુજબ રવિવારે લઘુતમ તાપમાન 21.2 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 30 ટકા નોંધાયું હતું. જ્યારે સોમવારે લઘુતમ તાપમાન ઘટીને 20.4 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ, ભેજનું પ્રમાણ 33 ટકા વધીને 63 ટકાએ પહોંચ્યું હતું. મહત્તમ તાપમાનમાં ઘટાડો અને ભેજમાં વધારો થવાના કારણે દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમી સાથે ભેજનો અનુભવ થયો હતો.દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળા વાતાવરણની સામે રાત્રે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડક પ્રસરી હતી. આમ, દિવસ અને રાતના વાતાવરણમાં ફેરફારને પગલે પોરબંદર જિલ્લામાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્ય સાચવવાની ખાસ ટિપ્સ હાલ પોરબંદરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક જેવું મિશ્ર વાતાવરણ ચાલી રહ્યું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ બેવડી ઋતુમાં શરદી, ઉધરસ, વાયરલ ફીવર અને ટાઈફોઈડ જેવા રોગોનું જોખમ વધી જાય છે. આથી તબિયતની વિશેષ કાળજી માટે ઉકાળેલું કે શુદ્ધ પાણી જ પીવું અને બહારના ખુલ્લા કે વાસી ખોરાક ખાવાનું ટાળવું. મોસમી ફળો અને વિટામિન-સી યુક્ત આહારનું સેવન વધારવું જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. હવામાન બદલાતા ખાસ કરીને રાત્રે સૂતી વખતે પંખા કે AC ની ગતિ મધ્યમ રાખવી જેથી વધુ ઠંડી ન લાગે. તબિયત બગડે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ અને પોરબંદરમાં કમોસમી કેરીની કિંમતમાં આસમાન-જમીનના તફાવતથી આશ્ચર્ય:ઓક્ટોબરમાં કેસર કેરીનું આગમન : પોરબંદરમાં કિલોના રૂ. 1400, જૂનાગઢમાં રૂ.230 ભાવ મળ્યા
    Next Article
    પૈસાની લેતીદેતીના ત્રાસથી વેપારીની આત્મહત્યા:પૈસાની ઉઘરાણી અને ચેક બાઉન્સની અદાલતમાં ફરિયાદથી કંટાળી અંતિમ પગલું ભર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment