Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસાની લેતીદેતીના ત્રાસથી વેપારીની આત્મહત્યા:પૈસાની ઉઘરાણી અને ચેક બાઉન્સની અદાલતમાં ફરિયાદથી કંટાળી અંતિમ પગલું ભર્યુ

    21 hours ago

    જામનગર શહેરના રણજીતસાગર રોડ પર કીર્તિ પાનના ઢાળિયા પાસે આવેલા અશોક વાટીકામાં રહેતા ગીરધરભાઈ ગાંડુભાઈ તારપરા (ઉં.વ. 52) નામના પ્રૌઢે નાણાકીય લેતીદેતીના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો મુજબ, ગીરધરભાઈના ઓળખીતા ધવલભાઈ રમેશભાઈ વસોયાએ બ્રાસપાર્ટનો માલ ખીમજીભાઈ નકુમને વેચ્યો હતો. પ્રૌઢ બંનેને ઓળખતા હોવાથી ધવલભાઈ અને આશીષભાઈ નામના બંને ભાઈઓ ગીરધરભાઈ પાસે નાણાંની અવારનવાર માગણી કરતા હતા અને તેમના ઘરે પણ જતા હતા. આ ઉપરાંત નવનીતભાઈ ડોબરીયા પણ ભંગારની લેતીદેતી બાબતે પૈસાની માગણી કરી ગીરધરભાઈનો ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ફરિયાદ કરી હતી, તેમજ ધીરજભાઈ સોરઠીયા સાથે પણ પૈસાની લેતીદેતી ચાલતી હતી. આ સતત ઉઘરાણી અને નાણાકીય લેતીદેતીનું મનમાં લાગી આવતાં ગીરધરભાઈએ જે.ડી. ધોળકીયા સ્કૂલ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હીરેનભાઈ ગીરધરભાઈ તારપરાએ પોલીસમાં જાહેર કરતાં, પીએસઆઈ એચ.વી. રોયલાએ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસમાં અરજી, વેપારીને ધમકી અપાતી હોવાના આક્ષેપ બ્રાસપાર્ટ અને ભંગારના રૂપિયાની લેતી-દેતી બાબતે શહેરની સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચેક દિવસ પહેલા અરજી થઈ હતી. જેમાં અમુક પોલીસકર્મીઓ દ્વારા બ્રાસપાર્ટનો માલ પરત સોંપી દેવા માટે ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ ઉંડાણ પુર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં મિશ્ર ઋતુ:એક જ દિવસમાં મહત્તમ તાપમાન 3.6 ડિગ્રી ગગડ્યું, હવામાં ભેજનું પ્રમાણ વધીને 63 ટકા રહ્યું
    Next Article
    15 લાખના 11 તોલા સોનાના ઘરેણાંકલાકોમાં નેત્રમ ટીમે શોધી આપ્યા:ઓશવાળ સર્કલ પાસે પડી ગયેલી થેલી રિક્ષાચાલકે ઉપાડી હતી, કેમેરામાં દેખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment